૨૩ માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમ

અમદાવાદ,

દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. ૨૩ માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. છેલ્લા ૧૪ વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી ૨૩ માર્ચે આ વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર સાંઈરામ દવે, ર્ક્તિીદાન ગઢવી તેમજ ગીતા રબારી દેશભક્તિના સુરો રેલાવશે. વીરાંજલિ કાર્યક્રમમાં સૌ પ્રથમ વાર વીરજવાનોની આરતી લખવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રવેશ લોકો માટે તદ્દન નિ:શૂલ્ક રહેશે, પરંતુ પ્રવેશ માટે પાસ મેળવવા ફરજીયાત છે. આ કાર્યક્રમના નિ:શૂલ્ક પાસ મેળવવા માટે ૧૮૦૦ ૧૨૧ ૦૦૦ ૦૧૧ નંબર પર કોલ કરવાથી આપને જીસ્જી દ્વારા પાસની વિગતો મળી જશે. આ કાર્યક્રમના પાસ માટે ત્રણ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કર્ણાવતી ક્લબ એસ.જી. હાઇવે, સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા અને શુકન ચાર રસ્તાનિકોલ પર આપને સવારે ૦૯:૦૦થી ૦૧:૦૦ અને સાંજે ૦૫:૦૦થી ૦૯:૦૦ દરમિયાન પાસ મળી શકશે. વીરાંજલિ સમિતિના પ્રમુખ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૨૩મી માર્ચ શહીદ દિનની ઉજવણી એક પરંપરા બની છે. છેલ્લા ૧૪ વર્ષથી શહીદ દિન નિમિત્તે બકરાણા-સાણંદ ખાતે ભવ્ય ડાયરાના માયમથી આઝાદીના આ અમર શહીદોના ગુણગાન ગવાય છે. આ કાર્યક્રમ મારફતે દેશની પેઢીને દેશ ભક્તિ રાષ્ટ્રભક્તિને ઉજાગર થાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વીરાંજલિ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની સંગીતમય સફર સાથે નૃત્યો અને રંગભૂમિના મોનોલોગ રજૂ થશે. જેમાં સાંઈરામ દવે, ર્ક્તિીદાન ગઢવી તેમજ ગીતા રબારી પોતાની કલા પાથરશે.