- વડોદરામાં ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યાનો મામલો
- પોલીસે 3 શખ્શોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
- સચિન અને પ્રિતેશ પર હુમલાના નામે વીડિયો થયો વાયરલ
વડોદરા શહેરમાં જૂની અદાવતમાં ભાજપનાં કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અસામાજીક તત્વો દ્વારા સચિન ઠક્કરને માથાનાં ભાગે હોકી તેમજ બેઝબોલનાં ફટકા બે શખ્શો મારી રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે વાયરલ વીડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમે વાયરલ વીડિયોની અંગે કોઇ પુષ્ટિ કરતા નથી.
સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું મોત નિપજ્યું, પ્રિતેશ પટેલ સારવાર હેઠળ
સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે પ્રિતેશને માથાનાં ભાગે ઈજાઓ થતા હાલ તે ભાનમાં નથી.
બે-ત્રણ શખસ આવ્યા હતા
મારા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી નીકળતું હતું અને પ્રિતેશને પણ માથામાં ઈજા થઈ હતી અને તેને પણ લોહી નીકળતું હતું. મારા પતિ ભાનમાં નહોતા અને પ્રિતેશભાઈ પણ અર્ધબેભાન અવસ્થામાં હતા. તેમને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હું અને સચિન રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ ચકલી સર્કલ પાસે મિર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હાજર હતા, ત્યારે અગાઉ પાર્કિગ કરવાની બાબતે ઝઘડાની અદાવત રાખી કારમાં (કાર નં-GJ-06-PJ-3068)માં આવેલા બે-ત્રણ અજાણ્યા શખસ આવ્યા હતા.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી.