૨૨ મહીનાથી મદરેસાના શિક્ષકોને પગાર મળ્યો નથી,અનેક શિક્ષકોના મોત,નીતીશકુમાર જવાબ આપી નઅમેર શકયા

સીતામઢી,

મુખ્યમંત્રી નીતીશકુમાર હાલના દિવસોમાં સમાધાન યાત્રા પર નિકળ્યા છે.આ દરમિયાન તે વિવિધ જીલ્લાની યાત્રા કરી ત્યાં લોકોને મળી રહ્યાં છે અને સમસ્યાઓ પર ચર્ચા પણ કરી રહ્યાં છે.સમાધાન યાત્રાના ક્રમમાં જયારે તે સીતામઢી પહોંચ્યા તો તેમને મદરેસા શિક્ષકોના બાકીના પગારનો સવાલ મીડિયાકર્મચારીઓ દ્વારા પુછવામાં આવ્યો આ સવાલના જવાબમાં નીતીશકુમાર આજુબાજુ જોવા લાગ્યા અને ત્યાં હાજર અધિકારીઓને પુછવા લાગ્યા કે કયાં મદરેસાની વાત થઇ રહી છે તેને જોઇ લો.

હકીકતમાં નીતીશકુમાર સીતામઢીમાં જીવિકા ડીડીઓની સાથે બેઠક બાદ મીડિયાકર્મચારીઓ સાથે વાત કરી રહ્યાં તેમણે જીવિકા ડીડીઓના કામની ખુુબ પ્રશંસા કરી તેમણે કહ્યું કે જીવિકાની ડીડીઓની સાથે વાત થઇ ખુબ સારૂ કામ કરી રહ્યાં છે બાળકોને ભણાવવા,પરિવારની સ્થિતિને સારૂ કરવી,ખુબ જ સારૂ છે.તેમણે લોકોના કહેવા પર શરાબબંધી લાગુ થઇ આજે પણ આ લોકો બોલી રહ્યાં છે કે આ લોકો લાગેલા છે શરારબંધી લાગુ રહેવી જોઇએ બાલ વિવાહ,દહેજ પ્રથાને લઇ પણ સમાજ સુધારને લઇ આ લોકો લાગેલા છે.પરિવાર અને પોતાના વિસ્તારમાં સારૂ કામ કરી રહી છે યુવતીઓ ભણશે તો વિકાસ થશે.

ત્યારબાદ જયારે નીતીશકુમારને પુછવામાં આવ્યું કે ૨૨ મહીનાથી મદરેસા શિક્ષકોના પગાર બાકી છે અનેક શિક્ષકોના મોત થયા છે તે અહીં તહી ભટકી રહ્યાં છે તેના પર નીતીશકુમારે પોતાની બાજુમાં ઉભેલા એક વ્યક્તિ તરફ જોયું અને તેમને કહ્યું કે કયાં મદરેસાની વાત છે તેને જોઇ લો ત્યારબાદ મીડિયા તરફથી જોઇને કહ્યું કે મેં કહી દીધુ છે કે આ મામલાને જોવામાં આવે.