21જુન નારોજ સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, દાહોદ ખાતે જીલ્લાકક્ષાનો 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસમંત્રી,પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં યોજાશે

દાહોદ,ગુજરાત સરકાર 21, જૂન 2024 (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ)ની ભવ્ય ઉજવણીના માધ્યમથી પ્રત્યેક વ્યક્તિના માનસને જોડવા પ્રતિબદ્ધ છે.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ21 જૂન, 2024 નારોજ શુક્રવારે સવારે06:00 વાગ્યે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ, દાહોદ રાજ્યકક્ષા મંત્રી, પંચાયત અને કૃષિ વિભાગ બચુભાઈ ખાબડ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, કનૈયાલાલ કિશોરી, મહેશભાઈ ભૂરીયા, શૈલેષભાઈ ભાભોર, રમેશભાઈ કટારા, મહેન્દ્રભાઈ ભાભોર તેમજપ્રમુખ, જીલ્લા પંચાયત, દાહોદ કરણસિંહ ડામોર ઉપસ્થિતરહેશે.

યોગ શિબિરાર્થીઓ માટે સામાન્ય સૂચન….

નાગરિકોએ સવારે ખાલી પેટે આવવું, દરેક નાગરિકે ખુલ્લો, સારો પોશાક પહેરવો આવશ્યક છે,બરમુડા, ટૂંકી ચડ્ડી વગેરે વસ્ત્રો પસંદ ન કરાય, મહિલાઓએ સલવાર, કુર્તા, ડ્રેસ પહેરવો જેથી યોગ અભ્યાસ માટે સાનુકૂળતા રહે, શક્ય હોય તો સફેદ વસ્ત્રો પહેરવા, દરેક નાગરિકે પોતાના શરીરની મર્યાદા મુજબ જ યોગ અભ્યાસ કરવો, જરૂર જણાય તો બોકસ: નિર્દેશક અથવા સ્વયંસેવકોનો સંપર્ક કરવો….

પાસ સ્પષ્ટ રીતે દેખાય એ રીતે વાહન ઉપર પાસ લગાડવા, તમારા વાહન સાથે ટટઈંઙ ગેટથી પ્રવેશ કરવો, પાણીની બોટલ કે અન્ય કોઈ ખાણી-પીણીની ચીજ-વસ્તુઓ સાથે રાખવી નહીં, પ્રવેશ વખતે તેમજ બહાર નીકળતી વખતે આમંત્રણ પત્રિકા અને કાર પાસના કલર કોડને અનુસરવાતેમજઆમંત્રણ પત્રિકા સ્થળ ઉપર સાથે લાવવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.