21 એપ્રિલે વિવિધ માધ્યમોમાં છપાયેલા સમાચાર અંગે પંચમહાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સ્પષ્ટતા

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,પંચમહાલ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ક્ષતિ સુધારવા માટે નહિ,પરંતું જવાબ રજુ કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો

ચૂંટણી આયોગની ગાઈડલાઈન મુજબ આગામી સમયમાં તમામ માધ્યમો અને સમાચારપત્રોને ખોટી અને અધુરી માહિતીવાળા સમાચાર નહીં પ્રસિધ્ધ કરવા જણાવ્યું

ગોધરા,તા.21/4/2024ના રોજ વિવિધ પ્રચાર-પ્રસારના માધ્યમોમાં છપાયેલ સમાચાર બાબતે પંચમહાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે,વિવિધ માધ્યમોમાં પંચમહાલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના એફીડેવીટમાં ક્ષતિ બાબતે સમાચાર છપાયા હતા. છપાયેલ સમાચાર મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ક્ષતિ સુધારવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને ભુલ સુધાર્યા પછી, નોમીનેશન ફોર્મ માન્ય કરવામાં આવ્યું, જે બાબત તદ્દન પાયાવિહોણી છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પંચમહાલ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ક્ષતિ સુધારવા માટે નહિ, પરંતું જવાબ રજુ કરવા માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો હતો, મળેલ જવાબ અને ચૂંટણી પંચની સુચનાઓને ધ્યાને લઈને ઉમેદવારીપત્ર માન્ય કરવામાં આવ્યું હતું.જે સત્ય હકીકત છે.

આગામી સમયમાં તમામ માધ્યમો અને સમાચારપત્રોને ચૂંટણી આયોગની ગાઈડલાઈન મુજબ ખોટી અને અધુરી માહિતીવાળા સમાચાર ના પ્રસિધ્ધ કરવા જણાવવામાં આવે છે.