નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલોલમાં અદ્યતન સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ. આ પ્રસંગે તેમણે ભારતના વિકાસ, નવી શિક્ષણ નીતિ, મોદી સરકારની ત્રીજી ટર્મ તેમજ ભારત સરકારના આગામી વિઝન અંગેની પણ વાત કરી. તેમણે દેશના વિકાસની વાત કરતા કહ્યુ કે ૨૦૪૭ સુધીમાં વિદેશીઓએ ભારત આવવા વિઝા લેવા પડશે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યુ કે મોદી સરકારમાં મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ થઇ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં મેડિકલ સુવિધા વધી છે. એઈમ્સની સંખ્યા વધીને ૨૩ થઈ ગઈ છે. મોદીના શાસનમાં ૩૭૬થી વધી ૭૦૬ મેડિકલ કોલેજ થઈ છે.સાથે જ અમિત શાહે જણાવ્યુ કે નવી શિક્ષણ નીતિના પગલે ગરીબો સુધી હવે શિક્ષણ પહોંચી રહ્યુ છે. લોકોમાં શિક્ષણનું સ્તર વધી રહ્યુ છે.આવનારા સમયમાં ભારત સરકારનું શું વિઝન રહેશે તે અંગે વાત કરતા અમિત શાહે કહ્યુ કે, ૨૦૪૭ સુધીમાં વિદેશઓએ ભારત આવવા વિઝા લેવા પડશે.
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ કલોલમાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું લોકાપર્ણ કર્યુ છે. આઘુનિક સુવિધાથી સજ્જ મેડિકલ કોલેજનું ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ મેડિકલ કોલેજનું ખાતમૂહુર્ત પણ અમિત શાહે જ કર્યું હતું.
૩૦ વર્ષ પહેલાં સ્વામિનારાયણ વિશ્ર્વમંગલ ગરુકુળની સ્થાપના થઇ હતી. જેના નેજા હેઠળ સ્કૂલ, બી.એડ કોલેજ, કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજ અને લૉ કોલેજ હાલ કાર્યરત છે. સંસ્થાની હોસ્પિટલમાં પણ લોકો સારવાર અને સરકારી યોજનાઓનો લોકો લાભ લઇ રહ્યા છે. ત્યારે કલોલમાં અદ્યતન મેડિકલ કોલેજ બનતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને લાભ થશે. હાલ કોલેજમાં ૨૦ અનુભવી ફેકલ્ટી ૧૫૦ વિદ્યાર્થીઓને ભણાવશે. બેઠકો વધારીને ૫ વર્ષમાં ૬૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટેનું લક્ષ્ય છે.