2025માં GPSCની કઈ પરીક્ષા ક્યારે?:વિવિધ પરીક્ષાઓનુ કેલેન્ડર કમિશન જાન્યુઆરીના અંતમાં જાહેર કરશે, ચેરમેને ટ્વીટ કરી આપી માહિતી

GPSCની પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. આવતા વર્ષે વિવિધ વિભાગોની લેવાનારી પરીક્ષાનું કેલેન્ડર GPSC દ્વારા જાન્યુઆરીના અંતમાં જાહેર કરવામાં આવશે. જીપીએસસીના ચેરમેન દ્વારા આજે ટ્વીટ કરી આ માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, GPSC વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહી છે. તે પૂર્ણ થતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.

લેબલ કે લખાણ લખેલી બોટલને પરીક્ષાખંડમાં નો એન્ટ્રી અન્ય એક ટ્વીટમાં પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચન આપતા લખ્યું છે કે, GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય

થોડા દિવસ અગાઉ 9 પરીક્ષાની તારીખો જાહેર કરાઈ હતી 6 દિવસ પહેલા GPSC દ્વારા 9 પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. તેમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં યોજાશે એવી માહિતી આપી હતી. જ્યારે સંબંધિત વિષયની પ્રાથમિક કસોટી 6 ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખો જાહેર કરવામાં આવી હતી.

આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી હતી

  • અધિક સીટી ઈજનેર (સિવિલ), વર્ગ-1 GMC
  • મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC
  • મદદનીશ ઈજનેર(યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
  • નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
  • સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2
  • મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 GMC
  • અધિક મદદનીશ ઈજનેર ( સિવિલ), વર્ગ-3 GMC
  • અધિક મદદનીશ ઈજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMC