૨૦૨૪ પહેલાં દેશના તમામ નેટવર્ક વિનાના ૩૦ હજાર ગામડાઓ ૪જી નેટવર્કથી જોડાશે; ૬જીને આખા વિશ્ર્વમાં ભારત લીડ કરશે : દેવુસિંહ ચૌહાણ

છોટાઉદેપુર, બોડેલી ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ૨૦૨૪માં દેશના તમામ ૩૦ હજાર નેટવર્ક વિનાના ગામોને નેટવર્ક પહોંચાડવાનું અને ૬જી રિવોલ્યુશનમાં ભારત આખા વિશ્ર્વને લીડ કરશે તેવી ટેક્નોલોજી ડેવલપ કરવાનું જણાવ્યું હતું.

બોડેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મંત્રી દેવુસિંહ ચૌહાણે છોટા ઉદેપુર જિલ્લામાં ૨૭ ગામોમાં નેટવર્ક જ નથી તેના જવાબમાં જણાવ્યું કે, તમારી વાત સાચી છે, હું જ્યારે બે વર્ષ પહેલા મંત્રી બન્યો ત્યારે પ્રારંભમાં મારી પાસે આ રજૂઆત આવી હતી. જેના આધારે આખા ભારતમાં ૩૦ હજારનો આંકડો કાઢ્યો હતો. કે જ્યાં નેટવર્ક નથી, જે નેટવર્ક આપવું જરૂરી છે. આ ૩૦ હજાર ગામડામાં નેટવર્ક પહોંચાડવા માટે ભારત સરકારે વધારાના ૨૫ હજાર કરોડનું એક પેકેજ પણ આપ્યું છે. તાજેતરમાં બી.એસ.એન.એલ.માં લગભગ ૧.૬૦ લાખ કરોડ નાણાં આપ્યા છે. એની પાછળનો હેતુ એ છે કે, ૨૦૧૪ પહેલા દેશમાં ઇન્ટરનેટ ૬ કરોડ વપરાશ ર્ક્તા હતા. જે આજે ૮૬ કરોડ છે. એટલે મોબાઈલ નેટવર્ક જનજન સુધી પહોંચે તે માટેનું આયોજન કર્યું છે. ટ્રાઈબલ એરિયામાં પણ અમે વિશેષ કાળજી લીધી છે. ૨૦૨૪ના અંત પહેલા ટ્રાઈબલ એરિયામાં તમામ ગામડાઓને 4G નેટવર્કથી કવર કરીશું. 4G નેટવર્ક આજે પણ ઓછું મળે છે, તેનું કારણ આપણે તેને ઇન્ડોજીનીયસ બનાવ્યું છે. આપણે તેની ટેક્નોલોજી અને ઇકવિપમેન્ટ આયાત કરતા હતા, પણ મોદી સાહેબે આગ્રહ કર્યો કે આત્મનિર્ભર હેઠળ ટેક્નોલોજી તમે વિક્સાવો, એટલે આપણે જે 4G ટેક્નોલોજી વિક્સાવી છે. એ અપગ્રેડેબલ ટુ 5G છે. જ્યાં ૪ય્ લાગશે તે ટૂંક જ સમયમાં ૫ય્માં અપગ્રેડ થશે અને વિશ્ર્વમાં કદાચ આપણે ૪જી, ૫જીમાં પાછળ હોઈશું. પણ ૬જી ડોક્યુમેન્ટ અમે ઓક્ટોબરમાં રિલીઝ કર્યું છે. એના આધારે કહીએ છીએ કે, હવે જ્યારે ૬જી રીવોલ્યુશન આવશે. ત્યારે ૬જીને લીડ આખા વિશ્ર્વમાં ભારત કરશે. તેવી ટેક્નોલોજી અને ડેવલપ કરવાના છે.