૨૦૨૪માં ભાજપની જીતની જવાબદારી યોગી આદિત્યનાથે ૪૮ મંત્રીઓને સોંપી ,૭૫ જીલ્લાનો પ્રભાર મળ્યો

લખનૌ,

યુપી નગર નિગમની ચુંટણી અને ૨૦૨૪ લોકસભા ચુંટણી પહેલા ઉત્તરપ્રદેશના મંત્રીઓને જીલ્લાની જવાબદારી મળી છે.યોગી સરકારે જીલ્લામાં મંત્રીને જીલ્લા પ્રભારની જલાબદારી સોંપી છે.મંત્રીઓના જીલ્લા પ્રભાર યાદી જારી કરવામાં આવી છે.એક એક મંત્રીને બે બે જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.૪૮ મંત્રીઓને યુપીના ૭૫ જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. કેબિનેટ અને સ્વતંત્ર પ્રભાર મંત્રીઓને બે બે જીલ્લાની જવાબદારી આપવામાં આવી છે.રાજય મંત્રીઓને એક જીલ્લાની જવાબદારી આપવામાં આવી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રિમંડળની બેઠક બાદ જવાબદારી આપી છે.

કેબિીનેટ મંત્રી નંદ ગોપાલ નંદીને બે જીલ્લાની જવાબદારી મળી છે.તેમાં કાનપુરનગર અને મિર્ઝાપુરનું નામ સામેલ છે.સુરેશ ખન્નાને લખનૌ અને ગોરખપુરના પ્રભારી મંત્રી બનાવાયા છે.સૂર્ય પ્રતાપ શાહીને આઝમગઢ અને અયોયાના પ્રભારી મંત્રી બનાવાયા છે.સ્વતંત્ર દેવ સિંહને પ્રયાગરાજ અને બાંદાનો પ્રભાર સોંપવામાં આવ્યા છે.નિતિન અગ્રવાસને પ્રતાપગઢના પ્રભારી બનાવાયા છે.આશીષ પટેલ સુલ્તાનપુર,ડો સંજય નિષાદ બહરાઇચ રાકેશ સચાન ફતેહપુર અને બેબી રાની મૌર્યને ઝાંસીના પ્રભારી મંત્રી બનાવાયા છે.

એ યાદ રહે કે ઉત્તરપ્રદેશમાં ભાજપ ૨૦૨૪માં મોટી જીત એટલે કે કલીન સ્વીપને લઇ રાજકીય તૈયારી કરી રહી છે.ભાજપે સંગઠનની સાથે જમીની સ્તર પર પણ માઇક્રો પ્લાનિંગ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઓગષ્ટ ૨૦૨૨માં ત્રીજીવાર પોતાના મંત્રીઓના તાલુકાના પ્રભારમાં પરિવર્તન કરતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો હવે જીલ્લાનો પ્રભાર મંત્રીઓને મળ્યા બાદ તેઓ તાલુકા અને જીલ્લાનો પ્રવાસ કરશે.