નવીદિલ્હી, ભારતમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના ડેટા અનુસાર, ૨૦૨૩માં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ૨૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સરકારી આંકડાઓ મુજબ, આ વર્ષે ૧,૮૯,૯૦,૮૦૯ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર ૧,૬૦,૩૪,૬૭૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૨૯,૫૬,૧૩૮ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ માહિતી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં આપી છે.
આ વખતે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા ૪ વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લા ચાર વર્ષમાં ધોરણ ૧૦માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૯માં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૦૯,૮૦૦ હતી, વર્ષ ૨૦૨૦માં ૧,૦૦,૮૧૨ હતી અને ૨૦૨૧માં ઘટીને ૩૧૧૯૬ થઈ ગઈ હતી, પરંતુ ૨૦૨૨માં તે ઝડપથી વધીને ૧૧૭૩૦૮ થઈ ગઈ હતી.
મંત્રીએ વિદ્યાર્થીઓના નાપાસ થવાના કારણો પણ સમજાવ્યા. શાળાની સૂચનાઓનું પાલન ન કરવું, શાળાએ ન જવું, અભ્યાસમાં રસ ન હોવો, પ્રશ્ર્નપત્ર અઘરું હોવા, ગુણવત્તાયુક્ત શિક્ષકોનો અભાવ અને બાળકોને તેમના વાલીઓ અને શિક્ષકો તરફથી પૂરો સહકાર ન મળવો વગેરે કારણો પરીક્ષા પાસ ન કરી શકવાના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. રહી છે.