- અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલા સુપરબગના કારણે થઈ રહેલા મોતની સંખ્યા સતત વધી રહી છે.
- ૨૦૨૩માં કોરોના બાદ હવે તોળાઈ રહ્યું છે આ મોટું જોખમ, એક વર્ષમાં લઈ શકે છે ૧ કરોડ લોકોના જીવ.
છેલ્લા બે વર્ષથી સમગ્ર દુનિયામાં કોરોનાનો પ્રકોપ છે. એક બાજુ જ્યાં દર વર્ષે આ વાયરસ નવા વેરિએન્ટ સાથે હુમલો કરીને લોકોને ફક્ત શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ નબળા કરી રહ્યો છે ત્યાં બીજી બાજુ અમેરિકામાં માણસો વચ્ચે ઝડપથી ફેલાઈ રહેલા સુપરબગે સમગ્ર દુનિયાને ફરી એકવાર ચિંતામાં મૂકી છે.
મેડિકલ સાયન્સ માટે આ બેક્ટેરિયા સુપરબગ છેલ્લા કેટલાક વર્ષમાં એક મોટો પડકાર બનીને સામે આવ્યા છે. આવામાં કોવિડ-૧૯નું સંક્રમણ તેને વધુ જોખમી બનાવી રહ્યું છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત સ્ટડી દર્શાવે છે કે જો આ સુપરબગ આ જ ઝડપથી ફેલાતો ગયો તો તેના કારણે દર વર્ષે એક કરોડ લોકોના મોત થઈ શકે છે. હાલના સમયમાં આ સુપરબગના કારણે દુનિયાભરમાં દર વર્ષે ૧૩ લાખ લોકોના જીવ જઈ રહ્યા છે. લાન્સેટના સ્ટડીમાં ખુલાસો થયો છે કે સુપરબગ પર એન્ટીબાયોટિક અને એન્ટી ફંગલ દવાઓ પણ અસર કરતી નથી. શું આ સુપરબગ દુનિયા માટે એક નવા પ્રકારનું જોખમ ઊભું કરી રહ્યો છે?
સુપરબગની વાત કરીએ તો તે બેક્ટેરિયાનું જ એક સ્વરૂપ છે. કેટલાક બેક્ટેરિયા હુમન ફ્રેન્ડલી હોય છે જ્યારે કેટલાક માણસો માટે અત્યંત ખતરનાક હોય છે. આ સુપરબગ માણસો માટે ઘાતક છે. આ બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટનો સ્ટ્રેન છે. જ્યારે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે પેરાસાઈટ્સ સમય સાથે બદલાતા જાય છે તો તે સમયે તેમના પર દવા અસર કરવાનું બંધ કરી દે છે. આનાથી તેમનામાં એન્ટીમાઈક્રોબોયલ રેજિસ્ટન્સ પેદા થાય છે.
એન્ટીમાઈક્રોબોયલ રેજિસ્ટન્સ પેદા થયા બાદ તે સંક્રમણનો ઈલાજ ઘણો મુશ્કેલ બને છે. સરળ ભાષામાં સમજીએ તો સુપરબગ એક એવી સ્થિતિ છે જ્યારે દર્દીના શરીરમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઈટ્સની સામે દવાઓ બેઅસર થઈ જાય છે. સુપરબગ કોઈ પણ એન્ટીબાયોટિક દવા કે તેના વધુ ઉપયોગ કે કારણ વગર એન્ટીબાયોટિક દવા ઉપયોગ કરવાથી પેદા થાય છે. ડોક્ટરોનું માનીએ તો લૂ જેવા વાયરસ સંક્રમણ થવા પર એન્ટીબાયોટિક લેવામાં આવે તો સુપરબગ બનાવાના આસાર વધુ રહે છે. જે ધીરે ધીરે બીજા લોકોને પણ સંક્રમિત કરે છે.
કોરોના મહામારી વચ્ચે થોડા દિવસ પહેલા જ સુપરબગના કારણે થઈ રહેલા મોત પર લાન્સેટે સ્ટડી કર્યો છે. રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૧માં ૧૦ હોસ્પિટલોમાં અભ્યાસ કર્યો અને જાણ્યું કે કોરોના વાયરસ બાદ લોકો વધુ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી રહ્યા છે. એન્ટીબાયોટિકના વધુ ઉપયોગ અને સુપરબગના કારણે હાલાત વધુ ખરાબ થયા છે. કોરોનાથી સંક્રમિત થનારા લગભગ ૫૦ ટકાથી વધુ કોવિડ દર્દીઓને સારવાર દરમિયાન કે પછી બેક્ટેરિયા કે ફંગસના કારણે ઈન્ફેક્શન થયું અને તેમના મોત થયા. સ્ટડીનું માનીએ તો દુનિયામાં એન્ટીબાયોટિક્સનો ઉપયોગ આ જ ઝડપથી વધતો રહ્યો તો મેડિકલ સાયન્સની તમામ પ્રગતિ શૂન્ય થઈ જશે.