વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રમુખ સૌમ્યા સ્વામીનાથને ગઇ કાલે કહ્યું કે સંસ્થાનું માનવું છે કે કોરોના વાયરસની રસી ૨૦૨૦ના અંત અથવા આવતા વર્ષની શરૂઆત સુધીમાં રજીસ્ટ્રેશન માટે તૈયાર હશે. તેમણે કહ્યું કે અમારી પાસે રસીના ૪૦ ઉમેદવારો છે જે કલીનીકલ ટ્રાયલના અલગ અલગ સ્ટેજ પર છે. તેમાંથી ૧૦ ત્રીજા તબક્કામાં છે. રસી કેટલી સુરક્ષિત છે તે અમે જણાવશું.
આ વર્ષની શરૂઆતમાં મહામારી શરૂ થયા પછી ડઝન બંધ દેશો રસી ડેવલપ કરી રહ્યા છે પણ હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરાયેલ ત્રણ તબક્કાઓમાંથી એક પણ રસી પાસ નથી થઇ. જો કે ઘણી રસી આ વર્ષના અંત સુધીમાં ડબલ્યુએચઓમાં રજીસ્ટર્ડ થવાની આશા છે.
વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા ૩.૭૪ કરોડ થી વધારે થઇ ગઇ છે. અને અત્યાર સુધીમાં ૧૦.૭૬ લાખથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકાની જોન હોપ્કીન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન અને એન્જીનીયરીંગ કેન્દ્ર (સીએસએસઇ) દ્વારા બહાર પડાયેલ આંકડાઓ અનુસાર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસની ૩,૭૪,૦૮,૫૯૩ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે અને ૧૦,૭૬,૭૬૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકામાં સંક્રમણથી અત્યાર સુધીમાં ૨,૪૧,૭૭૧લોકોના મોત થયા છે. અને ૭૭,૬૨,૫૪૪ લોકો સંક્રમિત થયા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૬૬,૭૩૨ નવ કેસ આવતા હવે કુલ સંક્રમિતોની સંખ્યા ૭૧,૨૦,૫૩૮ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં અત્યારે કોરોનાના કુલ સક્રિય કેસ ૮,૬૧,૮૫૩ છે જ્યારે ૬૧,૪૯,૫૩૫ લોકો સાજા થઇ ચૂકયા છે.