
વોશિંગ્ટન, અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી પ્રમુખપદની ચુંટણીમાં ફરી ઝંપલાવવાનો ઈરાદો ધરાવનાર પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધતી જાય છે તથા જયોર્જીયાની અદાલતમાં પુર્વ પ્રમુખ અને તેના ૧૮ સાથીદારોને ૨૦૨૦ની ચુંટણીમાં પરિણામો સાથે ચેડા કરી તે બદલવાના પ્રયાસોના આરોપમાં ગ્રાન્ડ જયુરીએ દોષીત જાહેર કરાયા છે. આ ચુંટણીમાં ટ્રમ્પ ફરી પ્રમુખપદની દૌટમાં પરાજીત થયા હતા.
ટ્રમ્પને હવે દોષિત જાહેર થતા તેઓએ તા.૨૫ ઓગષ્ટના બપોર ચુંટણીમાં અદાલતને શરણે થવું પડશે અને જો તેમ ના જાય તો તેમની ધરપકડ પણ થશે. આમ રીપબ્લીકન પક્ષમાં પ્રમુખપદની દાવેદારી માટે સૌથી આગળ ચાલી રહેલા ટ્રમ્પને મોટો ફટકો પડયો છે તેમના પર ’રીકો’ તરીકે ઓળખાતા રેકેટીયર ઈન્ફલુઅસ્ન્ડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઈઝ એકટ લગાવાયા છે.
તે ફેડરલ કાનૂન જેવો જ સક્ષમ છે અને તેમાં ટ્રમ્પની સાથે રહેલા ૧૮ લોકોને પણ દોષીત જાહેર કરાયા છે. જો કે ફેડરલ કાનુનમાં આ રીતે ’રીકો’ની જોગવાઈ છે પણ તે સાબીત કરવો મુશ્કેલ છે તો જયોર્જીયાના કાનૂનમાં તે સાબીત કરવો સરળ છે. જો કે તેનાથી ટ્રમ્પને ચુંટણી લડતા અટકાવી શકાશે કે કેમ તે હજુ પ્રશ્ર્ન છે.