નવીદિલ્હી, સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસે. સત્ર શરૂ થતા પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજને જવાહરલાલ નેહરુ પરના ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું કે આ મુદ્દા પર દિવસભર ચર્ચા થવી જોઈએ. આ કોઈ નાની વાત નથી.
રંજને કહ્યું કે માત્ર અમિત શાહ જ ભારતનો ઈતિહાસ નથી જાણતા, બીજા લોકો પણ જાણે છે. તેથી, દેશવાસીઓએ જાણવું જોઈએ કે જ્યારે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી હતી, ત્યારે અમિત શાહે કહ્યું હતું કે પીઓકેને પાછું લાવવામાં આવશે.
તેમણે કહ્યું કે પીએમ મોદી ૧૦ વર્ષથી સત્તામાં છે, તે પહેલા અટલ બિહારી વાજપેયી ૬ વર્ષ સુધી પીએમ હતા. તો ભાજપને કોણ રોકી રહ્યું છે?… ૨૦૨૪ની ચૂંટણી પહેલા પીઓકે પાછું લાવો. તમને સમગ્ર ભારતમાંથી તમામ મતો મળશે.
દરમિયાન સત્ર શરૂ થાય તે પહેલા, તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદોએ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ટિપ્પણી કરવા બદલ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેમને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી હતી.