મુંબઇ,બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનને મોટી રાહત આપી છે, અભિનેતા પર ૨૦૧૯માં થયેલા એક કેસને હાઈકોર્ટે ફગાવી દીધો છે તેમજ બધા આરોપોમાંથી મુક્ત કરી કર્યો છે. બોલીવુડના અભિનેતા પર ક્રિમિનલ કેસને રદ કરવાનો આદેશ કર્યો છે આ ઉપરાંત કોર્ટે એ પણ કહ્યુ કે આરોપી સેલિબ્રિટી હોવાને કારણે ન્યાયિક પ્રક્રિયાને બિનજરૂરી હેરાનગતિનું કારણ ન બનવું જોઈએ. સલમાન ખાનની વિરુદ્ધ વર્ષ ૨૦૧૯ માં પત્રકાર અશોક પાંડેએ ડરાવવા ધમકાવવા બદલ ફરિયાદ દાખલ કરી હતી.
જસ્ટિસ ભારતી ડાંગરે ૩૦ માર્ચનાં રોજ સલમાન ખાન અને તેના બોડીગાર્ડ નવાજ શેખ દ્વારા દાખલ અરજીને મંજુર કરી હતી અને લોઅર કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ સમ્મન રદ કરી દીધુ હતું. મંગળવારના રોજ હાઈકોર્ટે કહ્યુ કે મેજીસ્ટ્રેટની અદાલતે સમ્મન જારી કરતા પહેલા પ્રક્રિયાત્મક આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
કોર્ટે તેના આદેશમાં કહ્યુ કે, ન્યાયિક પ્રક્રિયાને માત્ર બિનજરૂરી પજવણીનો માર્ગ ન હોવો જોઈએ કારણ કે આરોપી એક ફેમસ હસ્તી છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયાના પાલન કર્યા વગર ફરિયાદીના હાથે બિનજરૂરી સતામણી ન થવી જોઈએ.
તમને જણાવી દઈએ કે મેજીસ્ટ્રેટની અદાલતે માર્ચ ૨૦૨૨ માં સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ નવાજ શેખ સામે સમ્મન નિકાળ્યુ હતું કે જેમાં તેમણે ૫ એપ્રિલ ૨૦૨૨ના રોજ હાજર થવા ફરમાન કાઢવામાં આવ્યુ હતું. આ આદેશ એક પત્રકાર અશોક પાંડેના ફરિયાદના આધારે કરવામાં આવ્યો હતો. પત્રકારે આરોપ કર્યા હતો કે, સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ નવાજ શેખ દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી અને મારપીટ કરવામાં આવી હતી. તેમજ ખાને સમ્મન સામે હાઈકોર્ટમાં એચસી દાખલ કરી હતી. ત્યાર બાદ એપ્રિલ ૨૦૨૨માં હાઈકોર્ટે આ સમ્મન પર સ્ટે આપ્યો હતો.