૨૦૧૫માં ઉધમપુર હુમલાનો માસ્ટર માઇન્ડનો આતંકવાદી પાકમાં ઘરની બહાર ઠાર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો એક પછી એક ખાત્મો થવા લાગ્યો છે તેના લીધે હલચલ મચી ગઈ છે. કરાચીમાં ભારતનો વધુ એક મોટો દુશ્મન માર્યો ગયો છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન, જેણે ૨૦૧૫માં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાની યોજના બનાવી હતી, તે માર્યો ગયો છે. તેને અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી.

હંજલા અદનાનને ૨જી અને ૩જી ડિસેમ્બરની વચ્ચેની રાત્રે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પર કુલ ચાર ગોળીઓ વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રિપોર્ટ અનુસાર, અદનાનને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કરના વડા હાફિઝ સઈદની ખૂબ નજીક માનવામાં આવતો હતો.

અદનાનને તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારબાદ પાકિસ્તાની સેના દ્વારા તેને ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ૫ ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઉધપુરમાં બીએસએફના કાફલા પર લશ્કરના આતંકીઓએ કરેલા હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે બીએસએફના ૧૩ જવાનો ઘાયલ થયા છે.

Don`t copy text!