૨૦૦૭ના રિચર્ડ ગેરે ક્સિ બાબતે શિલ્પા શેટ્ટીને રાહત મળી

મુંબઇ,બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. જાણ્યે-અજાણ્યે, અભિનેત્રી કેટલીક વખત વિવાદોમાં ફસાયેલી જોવા મળી છે. શિલ્પા શેટ્ટી વર્ષ ૨૦૦૭માં એક વિવાદમાં ફસાયેલી હતી જ્યારે હોલીવુડ અભિનેતા રિચર્ડ ગેરે એ તેને સ્ટેજ પર એક સભામાં ક્સિ કરી હતી. આ ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો અને શિલ્પા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.

હવે આ અંગે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં શિલ્પાને રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ કેસમાં શિલ્પાએ કોઈને ક્સિ નથી કરી પરંતુ તેને ક્સિ કરવામાં આવી હતી. ૨૦૦૭ સાથે જોડાયેલા આ કેસમાં કોર્ટનું કહેવું છે કે, આમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને ક્સિ કરવામાં આવી હતી અને તેણે કોઈને ક્સિ નથી કરી. તેથી, તેમને તેમાં ભાગીદાર તરીકે ગણવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, સાર્વજનિક સ્થળે મહિલા સાથે કોઈપણ પ્રકારની છેડતી અને અભદ્રતા માટે કોઈ મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય નહીં. એટલા માટે પણ નહીં કે તેણે આવી કોઈપણ પ્રવૃત્તિ પર તેના તરફથી કોઈ પગલાં લીધા ન હતા.

આ કેસમાં એડિશનલ સેશન્સ જજ એસસી જાધવે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને સ્પષ્ટપણે યથાવત રાખતા કહ્યું કે, આ કેસમાં શિલ્પા શેટ્ટીની અશ્લીલતા કોઈ રીતે દેખાતી નથી. મામલાની વાત કરીએ તો આ મામલો વર્ષ ૨૦૦૭નો છે. રાજસ્થાનમાં જાગૃતિ સંબંધિત એક કાર્યક્રમમાં હોલિવૂડ એક્ટર રીટાર્ડ્સ ગેરે ભરી સભામાં શિલ્પા શેટ્ટીને ક્સિ કરી હતી. ત્યારથી, આ મામલો આગળ વધ્યો અને દરેક જગ્યાએ વિરોધ જોવા મળ્યો. આ કેસમાં શિલ્પા પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ પણ લાગ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીએ વર્ષ ૨૦૧૪ પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. આ પછી, તે વર્ષ ૨૦૨૧ માં ફિલ્મ હંગામા ૨ માં જોવા મળી હતી. આ પછી તેમની બીજી ફિલ્મ નિકમ્મા રિલીઝ થઈ. હવે અભિનેત્રી હાલમાં બે ફિલ્મોનો ભાગ છે. તે કન્નડ ફિલ્મ KD અને હિન્દી ફિલ્મ સુખી માં જોવા મળશે. આ સિવાય તે ટીવીની દુનિયામાં પણ સક્રિય છે.