નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. જો કે, ૭,૪૦૯ કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકોમાં છે. રિઝર્વ બેક્ધ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે રૂ. ૨,૦૦૦ ની ૯૭.૯૨ ટકા નોટો બેક્ધિંગ સિસ્ટમમાં પાછી આવી છે અને ઉપાડેલી નોટોમાંથી માત્ર રૂ. ૭,૪૦૯ કરોડ લોકો પાસે બાકી છે.
૧૯ મે, ૨૦૨૩ ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે ચલણમાંથી રૂ. ૨૦૦૦ મૂલ્યની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી નોટોની કુલ કિંમત ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતી. સેન્ટ્રલ બેક્ધના જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈ, ૨૦૨૪ ના રોજ બિઝનેસ બંધ થતાં તે ઘટીને રૂ. ૭,૪૦૯ કરોડ થયો હતો. સેન્ટ્રલ બેંકે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ૧૯ મે, ૨૦૨૩ સુધી ચલણમાં રહેલી રૂ. ૨,૦૦૦ની નોટોમાંથી ૯૭.૯૨ ટકા પરત આવી ગઈ છે. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી દેશની તમામ બેંક શાખાઓમાં રૂ. ૨૦૦૦ની નોટ જમા કરાવવા અને/અથવા બદલાવવાની સુવિધા ઉપલબ્ધ હતી. હાલમાં, ૧૯ મે, ૨૦૨૩ થી રિઝર્વ બેંકની ૧૯ ઇશ્યૂ ઓફિસમાં રૂ. ૨૦૦૦ની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ છે.
૯ ઑક્ટોબર, ૨૦૨૩ થી, આરબીઆઈની ઇશ્યૂ ઑફિસ પણ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે રૂ. ૨૦૦૦ ની નોટ સ્વીકારી રહી છે. વધુમાં, લોકો ૨૦૦૦ રૂપિયાની બેંક નોટ ઈન્ડિયા પોસ્ટ દ્વારા દેશની કોઈપણ પોસ્ટ ઑફિસમાંથી કોઈપણ RBI ઑફિસને તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે મોકલી શકે છે.
આરબીઆઈની ૧૯ ઓફિસો જે આ નોટો જમા અથવા બદલી શકે છે તે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્ર્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને છે. તિરુવનંતપુરમ છે.તે સમયે ચલણમાં રહેલી રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની નોટો પાછી ખેંચી લીધા બાદ નવેમ્બર