૨૦૦૦ની નોટ મામલે હવે સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી: આરબીઆઇ પાસે ૨૦૦૦ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની સત્તા નથી અરજદાર

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટ હવે ચલણમાંથી રૂ. ૨,૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાના રિઝર્વ બેક્ધ ઓફ ઈન્ડિયાના તાજેતરના નિર્ણયને પડકારતી આઇપીએલની સોમવારે સુનાવણી કરશે. આરબીઆઇના વકીલે આજે કોક્ટને જણાવ્યું કે આ પ્રકારની એક અન્ય અરજી પર સુનાવણી થઈ છે, જેમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. એટલે તે સોમવારે આ મામલાની લિસ્ટિંગ ઇચ્છે છે. કોર્ટે આ સાંભળીને મામલાને સોમવાર માટે લિસ્ટ કરી દીધો.

આ પીઆઈએલ એડવોકેટ રજનીશ ભાસ્કર ગુપ્તાએ દાખલ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે આરબીઆઈ પાસે આવો નિર્ણય લેવા માટે આરબીઆઈ એક્ટ હેઠળ કોઈ સ્વતંત્ર સત્તા નથી. બીજી તરફ, આરબીઆઇ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ કહ્યું કે આરબીઆઇનો તાજેતરનો નિર્ણય નોટબંધી નથી અને તે માત્ર કરન્સી મેનેજમેન્ટની કવાયત છે. તેમણે સૂચન કર્યું કે કેસની સુનાવણી આગળ ધપાવવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને જે સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે પણ કહ્યું કે તેઓ સોમવારે ભાજપના નેતા અશ્ર્વિની ઉપાયાયની અરજી પર ચુકાદો સંભળાવશે. બીજેપી નેતા અને વકીલ અશ્ર્વિની ઉપાધ્યાયે રિઝર્વ બેંક અને સ્ટેટ બેંકના દસ્તાવેજો વગર નોટો બદલવાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. તેઓએ કોઈપણ ઓળખ પુરાવા વિના ૨૦૦૦ની નોટો બદલવાની મંજૂરી ન આપવાની માગ કરી છે. મંગળવારે એટલે કે ૨૩ મેના રોજ કોર્ટે આ અંગે સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ગુપ્તાએ પોતાની અરજીમાં શું કહ્યું છે કે આરબીઆઇ પાસે આવો નિર્ણય લેવાની આરબીઆઇ એક્ટ હેઠળ કોઈ સ્વતંત્ર સત્તા નથી.માત્ર ૪-૫ વર્ષ સર્ક્યુલેશન પછી નોટ પાછી ખેંચવાનો નિર્ણય અન્યાયી અને મનસ્વી છે. ક્લીન નોટ પોલિસીમાં આરબીઆઈ નકલી અથવા ગંદી નોટોનો નાશ કરે છે, પરંતુ ૨૦૦૦ રૂપિયાના કિસ્સામાં આવું નથી થઈ રહ્યું.આરબીઆઇએ ૧૯ મેના રોજ ૨૦૦૦ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ પછી એટલે કે ૨૩ મેથી દેશભરની બેંકોમાં આ નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. લોકો નોટો બદલવા માટે બેંકોમાં પહોંચી રહ્યા છે. આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ની નોટ બદલવા અથવા ખાતામાં જમા કરાવવા માટે કહ્યું છે.રિઝર્વ બેંકે તેમના પરિપત્રમાં કહ્યું છે કે તે ૨૦૦૦ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં. આરબીઆઈએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે આ નિર્ણય ’ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. લોકો કોઈપણ બેંકમાં એક સમયે ૧૦ નોટ બદલી શકે છે, જ્યારે જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. ૨ હજારની નોટ નવેમ્બર ૨૦૧૬માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરી દીધી હતી. તેના બદલે નવી પેટર્નમાં ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. જ્યારે અન્ય મૂલ્યોની નોટો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ, ત્યારે ૨૦૧૮-૧૯માં ૨૦૦૦ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.