શું કહ્યું 2000ની નોટને લઈને RBIના ગવર્નરએ જોવો આ અહેવાલ.

  • 2000 રૂપિયાનું  નોટનું સર્ક્યુલેશન બંધ કરવાનાં મુદે ગવર્નરે તોડ્યું મૌન
  • કહ્યું નોટબંધી બાદ જૂની નોટોને રિપ્લેસ કરવાનો હતો ઉદેશ્ય
  • ‘4 મહિનાનો સમય આપ્યો છે. તમે આરામથી નોટ બદલો’

2000 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન બંધ થવા પર RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો ઉદેશ્ય પૂર્ણ થઈ ગયો છે. સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા અંતર્ગત 2000 રૂપિયાની નોટ બદલવામાં અને જમા કરવામાં આવશે. બેંકોને તેના માટે તૈયાર રહેવા આદેશો આપવામાં આવ્યાં છે.

જણાવ્યું આ કારણ
RBI ગવર્નરે કહ્યું કે નોટબંધીનાં સમયે 500 અને 1000ની જૂની નોટોને રિપ્લેસ કરવા માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી.  હવે RBIનો ઉદેશ્ય પૂર્ણ થયો છે. હવે બજારમાં વધુ વેલ્યૂની નોટોની આવશ્યકતા ન હોતાં તેને ચલણની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી તેને સરળતાથી બેંકમાં જમા અથવા તો એક્સચેન્જ કરાવી શકાશે. તેમણે કહ્યું કે ભારતની કરેંસી મેનેજમેન્ટ સિસ્ટમ ઘણી મજબૂત છે. 500 રૂપિયાની વધારે નોટો લાવવાનો નિર્ણય જનતાની માંગ અનુસાર લેવામાં આવશે.