૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડા પવનો ફૂંકાતા તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

અમદાવાદ,

રાજ્યમાં બે દિવસથી અતિશય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અંદાજિત ૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા અતિશય ઠંડીનો અનુભવ થયો હતો. આજે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે તેમ છતાં કેટલાક શહેરોમાં તાપમાન નીચું જતા દિવસ દરમિયાન તેમજ સાંજથી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર-પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી ૧૮ અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે.

દાહોદમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન ૧૪ ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૧૭ ડિગ્રી થશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૧૫ ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન ૧૮ ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન ૩૨ ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન ૨૨ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન ૨૧ ડિગ્રી રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી નોંધાશે.