
મુંબઇ,
એકશન સ્ટાર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહંતાનીએ બે વરસ પહેલા સગપણ કર્યું હતું. પરંતુ હવે તેઓ જુદા થઇ ગયા છે.નંદિતા વિદ્યુત કરતાં આઠ વરસ મોટી છે.
વિદ્યુત જામવાલ તથા નંદિતાને અનન્યાની કઝિનના લગ્ન પ્રસંગે મહેંદી વખતે આમંત્રણ હતું. બંનેએ તેમાં હાજરી આપી હતી. પરંતુ તેમાં બંને અજનબીની જેમ વર્ત્યાં હતાં.
વિદ્યુત જામવાલ પહેલા નંદિતાનું નામ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો સાથે જોડાયું છે. કરિના કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂર સાથે તેનાં લગ્ન થયાં હતાં. પાંચ વરસના લગ્નગાળા પછી ૨૦૦૨માં તેમણે છુટાછેડા લીધા હતા. આ ઉપરાંત નંદિતાનું નામ રણબીર કપૂર સાથ પણ જોડાયું હતું. એ વખતે રણબીર ઇન્ડસ્ટ્રીમાં નવો-નવો હતો. જોકે બન્નેએ પોતાના સંબંધો વિશે જાહેરમાં કદી જણાવ્યું નહોતું.
૨૦૨૧માં વિદ્યુતજામવાલ અને નંદિતા મહંતાનીએ આગ્રાના તાજમહેલમાં સગાઇ કરી હતી.તેઓ લંડનમાં લગ્ન કરવાના હોવાની અટકળો ચાલી હતી.