નવીદિલ્હી,
બેવારના રાષ્ટ્રમંડલ ખેસોની સ્વર્ણ પદ વિજેતા ખુમુકચમ સંજીતા ચાનુ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે.સંજીતા ચાનુને રાષ્ટ્રીય ડોપિંગ રોધી એજન્સી (નાડા) દ્વારા અસ્થાયી રીતે બરતરફ કરી દેવામાં આવ્યા છે. નાડા તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરની વેટલિફટરને પ્રતિબંધિત પદાર્થ ડ્રોસ્તાનોલોન મેટાબોલાઇટના ઉપયોગ માટે બરતરફ કરી દેવામાં આવ્યા છે.
નાડા તરફથી જારી નવી યાદીમાં ૧૭ નવા નામ જોડવામાં આવ્યા છે બરતરફ ખેલાડીઓમાં એથલેટિકસ અને ભારોત્તોલનના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે.બરતરફ ૪૭ ખેલાડીઓમાંથી એથલેટિકસના ૧૨ અને ભારતોલનમાં ૧૧ ખેલાડી(કુલ ૨૪) સામેલ છે.
આ યાદીમાં સ્પ્રિટર્સ ધનલક્ષ્મી સેકર એમ વી જિલના અને લોન્ગ જમ્પર ઐશ્ર્વર્યા બાબુના નામ પણ સામેલ છે યાદીમાં ૬ પહેલવાન પણ સામેલ છે.જેમાંથી મોટાભાગને સ્ટેરોયડનો ઉપયોગ કરવા માટે બતરફ થયા છે. વિશ્ર્વ ડોપિંગ રોઘી એજન્સી અનુસાર રશિયા અને ઇટાલી બાદ ડોપિંહ નિયમોનો ભંગ કરનારાઓની સંખ્યામાં ભારત ત્રીજા સ્થાન પર છે.રાષ્ટ્રીય રોધી એજન્સી (નાડા) અનુસાર ૨૦૧૦થી ૨૦૨૨ સુધી ૧૨ વર્ષોની મુદ્ત માટે કુલ ૧,૧૮૧ એથલીટ ડોપ પરીક્ષણમા ૩૩ં નિષ્ફળ રહ્યાં છે.
સંજીતા ચાનુએ ૨૦૨૪ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૧૮ ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યુ હતું સંજીતા ચાનુએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અમદાવાદમાં થયેલ રાષ્ટ્રીય ખેલોમાં ૪૯ કિલો ભાર વર્ગમાં ભાગ લીધો હતો તે સ્પર્ધામાં મીરાબાઇ ચાનુએ ૧૯૧ કિલો ભાર ઉઠાવી સ્વર્ણ પદક જીત્યો હતો.જયારે ૧૮૭ કિલો વજન ઉઠાવનાર સંજીવ ચાનુને રજત પદકથી સંતોષ કરવો પડયો હતો. તે સ્પર્ધા દરમિયાન નાડાએ સંજીતાનું સેમ્પલ લીધો હતું સંજીતાના સેમ્પલમાં સ્ટેરાયડ જણાવ્યું હતું રિપોર્ટનું માનવામાં આવે તો સંજીતાનું બી સેમ્પલનું પરીક્ષણ પણ એ સેમ્પલ જેવુું જ આવ્યું છે.આ પહેલી વાર નથી જયારે સંજીતા પર ડોપિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. મે ૨૦૧૮માં ટેસ્ટોસ્ટેરોન માટે પોઝિટિવ જણાયા બાદ સંજીતા ચાનુને આંતરરાષ્ટ્રીય ભારોત્તોલન મહાસંધે પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.