અમદાવાદ, દુનિયા માં ચોરીના બનવું ખુબજ વધી ગયા છે.વધતી જતી મોગવાનીના કારણે ચોરીની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.ચોરીની એક ઘટના બની છે,જેમાં ચોરો મોબાઈલની ચોરી કરે છે. ચોરીની આ ઘટના અમદાબાદ શહેરની છે.પોલીસના જણાવ્યા મુજબ આઇફોન ચોરી અને તેના વેચાણમાં સમગ્ર ગેંગની માસ્ટરી છે. આઇફોનમાં આઇફોન આઇડી આવતું હોવાથી જેનો પણ ફોન ચોરી કરતા તેનો નંબર મેળવીને તેને ફોન કરીને કંપનીમાંથી વાત કરી રહ્યાંનું કહીને આઇડી પાસવર્ડ મેળવી ફોન રીસેટ કરીને વેચતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને લોકો ૬૦ ફોન ચોરીનો ટાર્ગેટ રાખતા હતા અને ૧૦ દિવસ અગાઉ જ અમદાવાદ આવ્યા હતા અને ૪૭ જેટલા ફોન ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. આ બંને શખ્સોએ અમદાવાદ, મહેસાણા, વડોદરા, કલોલ, પાટણ સહિતના શહેરોમાં જઈને ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીના ફોન તેઓ એજન્ટ મારફતે વેસ્ટ બંગાળ અને ત્યારબાદ બાંગ્લાદેશમાં ફોન વેચતા હોવાનું ઝોન ૩ ડીસીપી સુશીલ અગ્રવાલે જણાવ્યું છે.
મોબાઈલ ચોરી ગેંગમાં ચાર લોકો સામેલ છે. જેમાં બેને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે પપ્પુ મહંતો અને રાહુલ મહંતો હજુ પણ પોલીસ ગીરતથી દૂર છે. આ મામલે સમગ્ર ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ફોન ચોર્યા અને હજુ કેટલા શખ્સો તેમની સાથે સંકળાયેલા છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.