બે માસ અગાઉ ગુમ થનાર યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ

બાલાસિનોર તાલુકા પોલીસ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી. અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગના કામે બે માસથી ગુમ થનાર યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ આજરોજ એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ બાલુસિંહ નાઓએ માહીતી મળેલ કે સાંઠબા પોલીસ સ્ટેશન જાણવા જોગ નં-09/2024ના કામે છેલ્લા બે માસથી ગુમ થયેલ મલ્લીકાબેન વિજયસિંહ સોલકી રહે.કાસીયાવત તા.બાયડ જી.અરવલ્લી નાઓ દેવ ચોકડી પાસે કોઇ કામથી આવેલ છે. જેથી મહીલા પોલીસ કર્મચારી સાથે પોલીસ માણસો દેવ ચોકડી તપાસ કરવા જતા મલ્લીકાબેન વિજયસિંહ સોલકી રહે.કાસીયાવત, તા.બાયડ જી.અરવલ્લી નાઓ મળી આવેલ હોય જેથી આ બાબતે સાંઠબા પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક જાણ કરી આગળની કાર્યવાહી કરવા જણાવવામા આવેલ આમ સાંઠબા પો. સ્ટેના જાણવા જોગ નં-09/2024 ના કામે છેલ્લા બે માસથી ગુમ થનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ.