બે મહિના પહેલા જ ભણવા સિડની ગયેલી ગુજરાતની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ

સિડની,ગુજરાતની દીકરીનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે ૩૪,૦૦૦ થી વધુ ડોલર એકત્ર કર્યા છે, આ દીકરી સીડનીના દક્ષિણ-પશ્ર્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે. જેમના દ્વારા ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૦ વર્ષની ઉંમરની રીયા બે મહિના પહેલા જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા આવી હતી. મહત્વનુ છે કે, ૧૬ એપ્રિલે બપોર દરમ્યાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર ઊંધું વળ્યું.

પોલીસ અને એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો છતાં, રીયા બચી શકી નહીં. ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. દક્ષિણ તરફના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને તેના બદલે એપીન આરડી અથવા કેમડેન બાયપાસ, ઓલ્ડ હ્યુમ હાઇવે અને રિમેમ્બરન્સ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શૈલેષનું કહેવું છે કે આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી જ્યારે રીયાનું આ અકસ્માતમાં મોત થયું હતું. તેમણે કહ્યું “અચાનક આઘાતજનક સમાચાર સાંભળીને ભારતમાં રીયાના માતા-પિતા અને મિત્રોને આઘાત લાગ્યો હતો. માતા-પિતાની વિનંતી મુજબ ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પરત મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. શૈલેષે કહ્યું કે આ ફંડ રેઈઝ કરી તેમના દ્વારા રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન અને અન્ય પરચુરણ ખર્ચાઓને કવર કરવા માટે પણ મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તે સ્પષ્ટ હતું કે એક કાર બીજી કાર સાથે અથડાવાનું ટાળવા માટે ડ્રાઈવર દ્વારા ર્પ્યાશ કરવામાં આવ્યા હતા જે દરમ્યાન આ ઘટના ઘટી હતી. ડ્રાઇવરને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જરૂરી તમામ તપાસ ક્રવવામાં આવ્યા હતા. આ બાબતે નરેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહી છે.