બે મહિનામાં ગુજરાતની ૩ સહીત ૭ બેંક સામે આરબીઆએ કાર્યવાહી કરી

મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧ ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકોને દંડ ફટકાર્યો છે. શિરપુર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક, જનતા સહકારી બેંક, નાગરિક સહકારી બેંક લિમિટેડ અને નાસિક જિલ્લા સરકાર અને કાઉન્સિલ એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ બેંકને નિયમનકારી નિયમોનું પાલન કરવામાં ભૂલો બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

શિરપુર પીપલ્સ કો-ઓપરેટિવ બેંક પર ૨ લાખ રૂપિયાના દંડ વિશે વાત કરતા કેન્દ્રીય બેંકે કહ્યું કે, “એક્સપોઝર નિયમોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.” વધુમાં કહેવામાં આવ્યું છે કે જનતા સહકારી બેંક પર આરબીઆઇ દ્વારા એક્સપોઝર ધોરણો પર ઈશ્યુ કરાયેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમારા ગ્રાહકને જાણો કેવાયસીના નિયમોનું પાલન ન કરવા બદલ નાગરિક સહકારી બેંક પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જનતા સહકારી બેંક લિમિટેડ પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અગાઉ ૧૨ જાન્યુઆરીએ ભારતીય રિઝર્વ બેંકએ કહ્યું કે તેણે નબળી નાણાકીય સ્થિતિને ટાંકીને ધ હિરીયુર અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. “બેંકનું અસ્તિત્વ તેના થાપણદારોના હિત માટે હાનિકારક છે કારણ કે બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે” તેમ આરબીઆઇએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.

આરબીઆઈએ આ વર્ષે જાન્યુઆરીમાં જે બેંકો પર દંડ ફટકાર્યો છે તેમાં હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંક, મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંક, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંક અને સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બનનો સમાવેશ થાય છે.

રૂપિયા ૫ લાખ સુધીની બેંક થાપણો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનના ડિપોઝિટ ઈન્સ્યોરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.ડીઆઇસીજીસીએ ભારતીય રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.ડીઆઇસીજીસી દ્વારા તમામ કોમશયલ અને કો-ઓપરેટિવ બેંકોનો વીમો લેવામાં આવે છે. આ વીમા હેઠળ થાપણદારોને ૫ લાખ રૂપિયા સુધીની બેંક થાપણો પર ખાતરીપૂર્વકનું રક્ષણ મળે છે.ડીઆઇસીજીસીનું કવરેજ તમામ નાની અને મોટી કોમશયલ બેંકો અને સહકારી બેંકોને આવરી લે છે પછી ભલે તેમની શાખાઓ ભારતમાં હોય કે વિદેશમાં હોય તો પણ સુરક્ષા મળે છે.