મુંબઇ, એક લગ્ન કાનુની રીતે અમલમાં હોય તેમ છતાં બીજી મહિલા સાથે ફરી લગ્ન કરનાર પુરુષોએ હવે એવો સમય આવશે કે તેઓને બન્ને ’પત્ની’ઓને ભરણપોષણ ચુકવવું પડશે. મુંબઈ હાઈકોર્ટે એક ચૂકાદામાં બીજી પત્નીને પણ કાનુની રીતે લગ્ન કરનાર પુરુષને ભરણપોષણ ચુકવવા આદેશ આપ્યો હતો. કોઈ પુરુષ એક લગ્નની કાનુની યોગ્યતા વચ્ચે બીજા લગ્ન કાનુની ગણાય નહી તેવું જણાવીને ભરણપોષણ માટે ઇન્કાર કરી શકે નહી.
આ રસપ્રદ કેસમાં બીજી પત્નીએ દાવો કર્યો કે જે તેના પતિએ પ્રથમ લગ્નથી પુત્ર પ્રાપ્તી થતી નથી તેથી તેની પ્રથમ પત્નીને છુટાછેડા આપી દીધા છે તેવું જણાવીને બીજા લગ્ન કર્યા હતા અને તેઓ સાથે રહેવા લાગ્યા હતા.
જો કે તેણે પ્રથમ પત્ની સાથે છુટાછેડા લીધા ન હતા અને બે વર્ષમાં જ પ્રથમ પત્ની સાથે સમાધાન થતા તે પણ સાથે રહેવા આવી જતા બીજી પત્ની અલગ થઈ ગઈ હતી અને તેણે ભરણપોષણ માટે અરજી કરી હતી. મુંબઈ હાઈકોર્ટની સિંગલ બેંચના ન્યાયમૂર્તિ રાજેશ પાટીલે અગાઉ ફેમીલી કોર્ટ આ કેસમાં રૂા.૨૫૦૦નું ભરણપોષણ આપવાના ફેમીલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેને ભરણ પોષણ વધારવા માટે અલગ અરજી કરવાની છુટ પણ આપી હતી.હાઈકોર્ટે આ માટે આ કેસમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની ધારા ૧૨૫ને આગળ ધરી હતી. જેમાં પત્ની ઉપરાંત બન્નેને ભરણપોષણનો હકક આપે છે. આ કેસમાં અલગ થયેલી બીજી પત્નીને હવે પત્નીનોજ દરજજો આપીને તેને ભરણપોષણ માટે આદેશ આપ્યો હતો.