નવીદિલ્હી,દેશની ૫૪૩ લોક્સભા બેઠકમાંથી ૧૦૨ બેઠક પર શુક્રવારે મતદાન સાથે જ પ્રારંભ થઇ ગયો છે. હવે ૨૬ એપ્રિલે બીજા તબક્કાના મતદાનની તૈયારીમાં ચૂંટણી પંચ લાગી ગયું છે. લોક્સભાના બીજા તબક્કામાં ૧૨ રાજ્યની કુલ ૮૮ બેઠક પર મતદાન થશે. જે રાજ્યમાં મતદાન થવાનું છે જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, આસામ, બિહાર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, મય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર સામેલ છે.
બીજા તબક્કામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એની રાજા, શશિ થરૂર, નવનીત રાણા, ઓમ બિરલા, હેમા માલિની, અરૂણ ગોવિલ અને પ્રહલાદ જોશી જેવા દિગ્ગજ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણીની જાહેરાત સમયે ચૂંટણી પંચે બીજા તબક્કામાં ૮૯ બેઠક પર મતદાન કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશની બેતૂલ લોક્સભા બેઠક પર બીએસપીના ઉમેદવાર અશોક ભાલવીના નિધનને કારણે આ બેઠક પર મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ રીતે બીજા તબક્કામાં હવે ૮૮ બેઠક પર જ મતદાન થશે.
૧૨ રાજ્યની જે ૮૮ બેઠક પર મતદાન થશે તેમાં આસામ: કરીમગંજ, સિલચર, મંગલદોઇ, નાગાંવ અને કલિયાબોર,બિહાર: કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા અને ભાગલપુર,છત્તીસગઢ: મહાસમુંદ, કાંકેર, રાજનાંદગાંવ,કર્ણાટક: બેલ્લારી, હાવેરી, ધારવાડ, ઉત્તર કન્નડ, દાવણગેરે, શિમોગા ચિક્કોડી, બેલગામ, બાગલકોટ, બીજાપુર, ગુલબર્ગ, રાયચૂર, બીદર, કોપ્પલ.,કેરળ: અલાપ્પુઝા, માવેલિક્કારા, પથાનામથિટ્ટા, કોલ્લમ, અટિંગલ, તિરૂવનંતપુરમ, કાસરગોડ, કન્નૂર, વડકારા, વાયનાડ, કોઝિકોડ, મલપ્પુરમ, પોન્નાની, પલક્કડ, અલાથુર, ત્રિશૂર, ચલાકુડી, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ.,મધ્ય પ્રદેશ: દમોહ, ખજુરાહો, સતના, ટીકમગઢ, રીવા, હોશંગાબાદ,મહારાષ્ટ્ર: બુલઢાણા, અકોલા, યવતમાલ વાશિમ, હિંગોલી, નાંદેડ, પરભની, અમરાવતી, વર્ધા,મણિપુર: મણિપુર,રાજસ્થાન: બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિતૌડગઢ, ટોંક-સવાઇ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બારાં.,
રાહુલ ગાંધી: કેરળની વાયનાડ લોક્સભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ચૂંટણી લડી રહ્યાં છે. ભાકપાની એની રાજા અને દ્ગડ્ઢછના કે સુરેન્દ્રન તેમના વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં છે.
શશિ થરૂર: કેરળના તિરૂવનંતપુરમ લોક્સભા બેઠક પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ફરીથી ઉમેદવાર છે. ભાજપે તેમના વિરૂદ્ધ રાજીવ ચંદ્રશેખર અને લેફ્ટના પનિયન રવિન્દ્રનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
નવનીત રાણા: મહારાષ્ટ્રની અમરાવતી લોક્સભા બેઠક પરથી નવનીત રાણા ઉમેદવાર છે, તેમના વિરૂદ્ધ ઇન્ડિયા ગઠબંધને વાનખેડેને ઉતાર્યા છે.
ઓમ બિરલા: રાજસ્થાનની કોટા બેઠક પર લોક્સભા અધ્યક્ષ ઓમ બિરલા ફરીથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે તેમના વિરૂદ્ધ પ્રહલાદ ગુંજલને ઉતાર્યા છે. મહેશ શર્મા: ઉત્તર પ્રદેશી ગૌતમ બુદ્ધ નગર લોક્સભા બેઠર પર ભાજપના મહેશ શર્મા વિરૂદ્ધ સમાજવાદી પાર્ટીના મહેન્દ્રસિંહ નાગર અને બીએસપીના રાજેન્દ્ર સિંહ સોલંકી ચૂંટણી મેદાનમાં છે. હેમા માલિની: મથુરા લોક્સભા બેઠક પરથી અભિનેત્રી અને વર્તમાન સાંસદ ભાજપના ઉમેદવાર હેમા માલિની વિરૂદ્ધ કોંગ્રેસના મુકેશ ઢાંગર ચૂંટણી મેદાનમાં છે.અરૂણા ગોવિલ: મેરઠ લોક્સભા બેઠક પર ભાજપના અરૂણ ગોવિલનો મુકાબલો સમાજવાદી પાર્ટીના સુનીતા વર્મા સામે થઇ રહ્યો છે.