
- વિરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્રારા રૂપાલાની ટિકિટ રદ કરવા મામલતદારને આવેદન.
વિરપુર,રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત બનાવ બાદ મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માગી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને માફ પણ કર્યા છતાં હજું પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરપુર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા આવેદન આપાયુ છે. ત્યારે વિરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓની ટિકિટ રદ કરવાની માગ કરી છે. હાલમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલા નિવેદનને લઇને દેશભરના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિરોધનો શૂર વિરપુર તાલુકામાં પણ જોવા મળ્યો છે. ત્યારે વિરપુર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરપુર મામલતદારને પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી છે અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનની આગ મહિસાગર જીલ્લામાં પ્રસરી રહી છે અને તેમના વિરૂદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.