આ બેદરકારી તમારા ખિસ્સાને ભારે પડી જશે. તેના માટે 10 હજાર રૂપિયાનો દંડ તો થશે જ સાથે જ તમારુ PAN કાર્ડ પણ અમાન્ય થઇ જશે. તેના માટે બસ તમારી પાસે ફક્ત 2 દિવસનો સમય બચ્યો છે, તેવામાં ફટાફટ એટલે કે તરત જ તમારા PAN અને આધાર કાર્ડને લિંક કરાવી દો.
હકીકતમાં આ કવાયત લોકસભામાં પાસ થયેલા Finance Bill, 2021માં એક નવા સંશોધનનો હિસ્સો છે. જેને પાસ કરવા દરમિયાન સરકારે Income Tax Act, 1961માં એક નવુ સેક્શન (Section 234H) જોડ્યુ છે. જે તે તમામ લોકો પર દંડ લાગુ કરશે જે 31 માર્ચ 2021 સુધી પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે.જો કે આ પેનલ્ટી 1000 રૂપિયાથી ઓછી જ હશે, તેનાથી વધુ નહીં. સરકાર તે લોકો પર પેનલ્ટીની રકમ નક્કી કરશે જે નિશ્વિત સમય પહેલા PANને આધાર સાથે લિંક નહીં કરે. પરંતુ મુશ્કેલી એ થશે કે આવા લોકોના PAN ‘inoperative’ થઇ જશે. એટલે કે તેનો ઉપયોગ કોઇપણ નાણાકીય કામ માટે નહીં કરી શકાય કારણ કે તમામ નાણાકીય કામો માટે PAN એક ફરજિયાત ડોક્યુમેન્ટ છે.1000 રૂપિયાની પનલ્ટી જે લોકોને હળવી લાગી રહી છે તો તે આ સમજી લે કે તેના ઘણાં કામ અટકી શકે છે, જેમ કે ઇનકમ ટેક્સ દાખલ કરવામાં PANની જરૂર પડે છે, પરંતુ PAN ‘inoperative’ થઇ ગયું હોય તો તમે ઇનકમ ટેક્સ નહીં ભરી શકો જેથી તમારા પર ભારે દંડ લાગી શકે છે, અને આ દંડ 10 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે. એટલે કે 10 હજાર રૂપિયાનો દંડ અને તેની ઉપર 1000 રૂપિયાનો દંડ લાગશે.1000 રૂપિયાની પનલ્ટી જે લોકોને હળવી લાગી રહી છે તો તે આ સમજી લે કે તેના ઘણાં કામ અટકી શકે છે, જેમ કે ઇનકમ ટેક્સ દાખલ કરવામાં PANની જરૂર પડે છે, પરંતુ PAN ‘inoperative’ થઇ ગયું હોય તો તમે ઇનકમ ટેક્સ નહીં ભરી શકો જેથી તમારા પર ભારે દંડ લાગી શકે છે, અને આ દંડ 10 હજાર રૂપિયા સુધી હોઇ શકે છે. એટલે કે 10 હજાર રૂપિયાનો દંડ અને તેની ઉપર 1000 રૂપિયાનો દંડ લાગશે.