બે દિવસથી હાલોલ નગર પાલિકાના કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરતા લોકોની સમસ્યાઓ વધી

  • પ્રાંત અધિકારી અને પાલિકાના વહીવટદાર મયુર પરમારના માનસિક ત્રાસ આપતા.
  • છેલ્લા કેટલાક સમયથી રાજકીય હુંંસાતુુંસી સર્જાઈ રહી છે.
  • રાજકીય અને અમલદારી ચહેરાઓને ખુલ્લા પાડવા આંદોલનનું શસ્ત્ર ઉગાવામાં આવ્યું.

હાલોલ, હાલોલના પ્રાંત અધિકારી અને પાલિકાના વહીવટદાર મયુર પરમારના માનસિક ત્રાસ આપતા સત્તાધારી હુકમોથી ત્રસ્ત બની ગયેલા પાલિકા કચેરીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પાલિકાના 25 થી વધારે કર્મચારીઓ બે દિવસથી સામુહિક રજા ઉપર ઉતરી જતા પાલિકામાં બે દિવસથી સુનકાર ભાસી રહ્યો છે. રાજકીય હુંસાતુંસી વચ્ચે કર્મચારીઓ સૂડી વચ્ચે સોપારી જેવી હાલત સર્જાઈ છે. તો બીજી તરફ શહેરીજનોના અનેક સામાન્ય કામો અટકી ગયા છે.

હાલોલ પાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય હુંંસાતુુંસી સર્જાઈ રહી છે. વિવિધ ગ્રાન્ટો અને ત્યારબાદ વિકાસના કામોના મલાઈદાર કોન્ટ્રાકટ લેવા બાબતે ભાજપના જ ચુંટાયેલા સભ્યોમાં ભારે સ્પર્ધા જામી રહી છે. અને યેનકેન પ્રકારે માત્તબર રકમની કામગીરીનો વહિવટ મેળવવા માટેના કાવાદાવાઓ ચાલી રહ્યા છે. આ રાજકીય ઈશારે તંત્રના અધિકારીઓ મારફતે કર્મચારીઓને કોઈને કોઈ કામગીરીના બાબતે માનસીક યાતનાઓરૂપ પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આવી વિપરીત માનસીક સ્થિતીથી કંટાળેલા કર્મચારીઓએ હવે ખુલ્લેઆમ પડકાર આપીને આવા નગરના વિકાસમાં રોડા નાખ્યાંં રાજકીય અને અમલદારી ચહેરાઓને ખુલ્લા પાડવા આંદોલનનું શસ્ત્ર ઉગાવામાં આવતાં રાજકીયક્ષેત્ર અને વહિવટીક્ષેત્રે આમને સામને આવી ગયું હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને પાલિકાના ભાજપ શાસીત સત્તાધીશોના ટકરાયેલા વહીવટી અહમના પગલે કર્મચારીઓની સૂડી વચ્ચે સોપારી જેવી અવદશા જોવા મળી છે. હાલોલના પ્રાંત અધિકારી અને પાલિકાના વહીવટદાર મયુર પરમારના માનસિક ત્રાસ આપતા સત્તાધારી હુકમોથી ત્રસ્ત બની ગયેલા પાલિકા કચેરીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અચાનક અઢી દિવસની માસ સી.એલ.ની રજા ઉપર ઉતર્યા. જેના લીધે અરજદારોથી ધમધમતી હાલોલ નગર પાલિકામાં સુમસામ જેવો સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે, પાલિકા કર્મચારીઓની અઢી દિવસ માટેની માસ સી.એલ.ની વેદનાઓને લઈને શહેરીજનોમાં પણ કર્મચારીઓની પડખે સહાનુભૂતિઓ એટલા માટે પ્રગટ થઈ છે કે હાલોલમાં વેરવિખેર જેવો થઈ ગયેલો પાલિકા તંત્રનો વહીવટ જ્યારે જાગૃત બનીને શહેરીજનોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે પ્રયત્નશીલ બન્યો છે. ત્યારે પાલિકા કર્મચારીઓને માનસિક ત્રાસ આપે એવો વહીવટ દૂર થાય એ આવકાર્ય કહેવાશે. જોકે, હાલોલ પાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી મયુર પરમારના માનસિક ત્રાસ આપતા સત્તાધારી આદેશના પગલે પાલિકા કર્મચારીઓ અઢી દિવસની માસ સી.એલ. ઉપર ઉતરી જતા હાલોલ પાલિકાના વહીવટની હૂંસાતૂસીના સત્તાકીય ગરમાવાના પડઘાઓ વાયા વડોદરા થઈને ગાંધીનગર શહેરી વિકાસ મંત્રાલય સુધી પહોંચ્યા છે. ત્યારે હાલોલ પાલિકાના સત્તાધીશોએ પોત પોતાના અહમના ટકરાવને દૂર કરીને પાલિકા અને શહેરીજનોના હિતમાં વહીવટ કરવો જરૂરી છે. હાલોલ નગર પાલિકામાં બે દિવસથી સુનકાર ભાસી રહ્યો છે. પાલિકાના 25 થી વધારે કર્મચારીઓ બે દિવસથી સામુહિક રજા ઉપર ઉતરી જતા શહેરીજનોના અનેક સામાન્ય કામો અટકી ગયા છે. પાલિકાના 3.5 કરોડ રૂપિયાના લેગાસી વેસ્ટના નિકાલ મામલે અનેકોવાર કરવામાં આવેલી ટેન્ડરિંગ પ્રક્રિયા સહિત પાલિકાના વહીવટની અન્ય કામગીરીમાં ચીફ ઓફિસર અને વહીવટદાર વચ્ચેના અહમને લઈ ઉભી થયેલી હુંસાતૂસીના વહીવટીય ટકરાવ ચરમસીમાએ પહોંચ્યા છે. પાલિકાના વહીવટદાર એવા પ્રાંત અધિકારી મયુર પરમાર સત્તાની ઉપરવટ જઈ પાલિકાના વહીવટમાં નિર્ણયો લઈ રહ્યા હોવાથી પાલિકાના પ્રજાહિતની નાની મોટી કામગીરી ખોરંભાઈ રહી છે. પાલિકાના વેરવિખેર થઈ ગયેલા વહીવટ જાગૃત બની શહેરીજનો અને નગરજનોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે પાલિકાના જ કર્મચારીઓ પાલિકાના જ એક અન્ય વહીવટ સામે માનસિક ત્રાસ આવતો હોવાના આક્ષેપો કરી પોતાની માનસિક યાતનાઓ રજૂ કરવા મજબુર બને ત્યારે લોક હિતાર્થે આવો વહીવટ દૂર થાય તેવું સૌ કોઈ ઇચ્છતા હોય છે.

હાલોલ નગરના લેગસી વેસ્ટના વારંવાર કરવામાં આવેલી એન્ડર પ્રક્રિયામાં 45 હજાર વેસ્ટનો નિકાલ કરી ત્યાં અરણ્ય ઉભું કરવાની ઈચ્છા રાખનાર ચીફ ઓફિસર હિરલ ઠાકરના આયોજન ઉપર વહીવટદાર મયુર પરમારે પાણી ફેરવી દીધું હતું અને પહેલા પાંચ પ્રયાસો પછી અત્રેનિયમાનુસાર વેસ્ટ નિકાલ માટે તૈયારી દર્શાવતી એજન્સીને ઇજારો આપી દેવાનો હતો. તેમાં આ ઇજારદારને ઇજારો આપવામાં ચીફ ઓફિસરનો અંગત સ્વાર્થ હોવાના કારણે બધું એકવાર ટેન્ડર પ્રક્રિયા કરવાનો વાહીવટદારે હુકમ કર્યો હતો. પાંચમાં પ્રયાસે આવેલા ટેન્ડરને ઈરાદા પૂર્વક રદ્દ કરવા વાહીવટદારે ટેન્ડરની નોંધ જ ગૂમ કરી દીધી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. આ આખી પ્રક્રિયા 46 અઠવાડિયામાં ખોરંભી દીધી હતી. આખરે છઠ્ઠા પ્રયાસમાં બે ઇજારદારોના ટેન્ડરોકરવામાં આવ્યા છે.

જોકે, આ મામલે વધુ એકવાર સાતમા પ્રયાસે લેગસી વેસ્ટ નિકાલ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો તેમાં ચીફ ઓફિસર સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં અને કામગીરી કરવામાં સફળ રહેશે તો પાલિકાને અને હાલોલના નગરજનોને આ ટેન્ડર પ્રક્રિયામાં 21 લાખ રૂપિયાનો ફાયદો થાય તેવી શક્યતાઓ છે. તેમાંથી જે લેગસી વેસ્ટ નિકાલ કરવામાં આવશે ત્યાં વૃક્ષારોપણ કરીને અરણ્ય ઉભું કરવાનું પણ આયોજન છે.

ચીફ ઓફિસર અને વહીવટદાર વચ્ચેના અહમને લઈ ઉભી થયેલી હુંસાતૂસી…..

પાલિકાના 3.5 કરોડ રૂપિયાના લેગાસી વેસ્ટના નિકાલ મામલે અનેકોવાર કરવામાં આવેલી ટેન્ડરિંગ પ્રક્રિયા સહિત પાલિકાના વહીવટની અન્ય કામગીરીમાં ચીફ ઓફિસર અને વહીવટદાર વચ્ચેના અહમને લઈ ઉભી થયેલી હુંસાતૂસીના વહીવટીય ટકરાવ ચરમસીમાએ પહોંચ્યા છે.

લોકહિતાર્થે આવો વહીવટ દૂર થાય તેવું સૌ કોઈ ઇચ્છતા ……

પાલિકાના વેરવિખેર થઈ ગયેલા વહીવટ જાગૃત બની શહેરીજનો અને નગરજનોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે પાલિકાના જ કર્મચારીઓ પાલિકાના જ એક અન્ય વહીવટ સામે માનસિક ત્રાસ આવતો હોવાના આક્ષેપો કરી પોતાની માનસિક યાતનાઓ રજૂ કરવા મજબુર બને ત્યારે લોકહિતાર્થે આવો વહીવટ દૂર થાય તેવું સૌ કોઈ ઇચ્છતા હોય છે.