પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના સીટી વિસ્તાર માંથી જાગૃત વ્યક્તિ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે રસ્તા ઉપર એક મહિલા બે બાળકો લઈને ઊંઘી રહ્યા છે. તેમની મદદ માટે 181 પર જાણ કરેલ. અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી થર્ડ પાર્ટી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે, તેઓ રસ્તા પરથી જતા હતા. ત્યારે મહિલા બે બાળકો લઈને રોડની ડિવાઇડર પર ઊંઘતા હતા. જેથી મહિલાને ત્યાંથી ઉઠાડી સાઇડમાં સુરક્ષિત જગ્યા પર બેસાડ્યા અને પૂછપરછ કરી પરંતુ તે કોઈ સરખો જવાબ આપતા ન હતા. 181 ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ બજાર આવ્યા હતા અને તેમને સંતાનમાં પાંચ બાળકો છે. જેમાંથી બે બાળકો સાથે લઈને એકલા આવ્યા હતા. તેમનું પિયર ગોધરા તાલુકાના નજીકના જ ગામમાં છે, મહિલાનું સફળ કાઉન્સિલિંગ કરતા મહિલા એ તેમનું નામ સરનામું અને તેમજ પરિવારના સભ્યોના નામ જાણાવ્યા. મહિલાએ જણાવેલ સરનામાં પર જઈ શોધખોળ કરી. તેમના પરિવારનો સંપર્ક કર્યો અને મહિલા તેમજ 2 બાળકોને તેમના પતિને સોંપ્યા. આમ, 181 ટીમ દ્વારા બે બાળકો અને મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું.