
દાહોદ, દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ અને પોલીસ સ્ટાફના માણસો દીપ્તિનભાઈ મૂળજીભાઈ અનિલભાઈ કસુભાઈ તેમજ મહેન્દ્રભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી સમસુભાઈ મેઘજીભાઈ મંડોડ જે પોતાના ઘરે આવેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્ટાફના માણસો સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ગરબાડા પોલીસે અઢી વર્ષથી અપહરણ સાથે લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.