શું ઈમરાન ખાનની જેમ આવખતે બાબરના હાથમાં આવશે વર્લ્ડ કપની ટ્રોફી?
નવીદિલ્હી,
ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન કિસ્મતના જોરે ધક્કો ખાતા ખાતા ફાઇનલમાં પહોંચ્યું છે .આ સ્થિતિ સંકેત આપે છે ૧૯૯૨ જેવા. જીહાં, વર્લ્ડકપ ૨૦૨૨ માં ફરી એકવાર ૧૯૯૨ જેવા ઘાટ ઘઢાયા છે. તે સમયે પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાનની ટીમ તુક્કાથી ફાઈનલમાં આવી ગઈ હતી. અને કપ જીતી ગઈ હતી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવા જ સંકેત આપી રહી છે. ત્યારે ૧૯૯૨ અને ૨૦૨૨ માં કેટલી સામ્યતા છે તેના વિશે જાણીએ.
૧૯૯૨ના વર્લ્ડ કપમાં એ સાબિત થયું હતું કે નસીબથી વધુ બળવાન કોઈ નથી. પાકિસ્તાને પોતાની પ્રથમ ૫માંથી ૩ મેચ ગુમાવી હતી, ૧ મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને માત્ર ૧ મેચમાં જીત મેળવી હતી. એ તબક્કે કોઈ ઈમરાનની ટીમને વર્લ્ડકપનો દાવેદાર નહોંતી માનતી. પણ કિસ્મતે કરવટ બદલી અને પાકિસ્તાનનું પત્તુ ચાલી ગયું. અને ઈમરાન મિયાંએ વર્લ્ડકપ ઉપાડીને ફોટા પડાવ્યાં. અત્યારે ચાલતા ટી ૨૦ વર્લ્ડ કપમાં પણ બધાને ચોંકાવીને પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ યાદ રહે કે સાઉથ આફ્રિકા પોતાના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર એસોસિએટ નેશન (નેધરલેન્ડ્સ) સામે હાર્યું અને પાકિસ્તાન સેમિ.માં પહોંચ્યું અને બાદમાં ફાઇનલમાં ૨૦૨૨ના વર્લ્ડ કપની સ્ક્રીપ્ટ પાકિસ્તાન સામે ૧૯૯૨ જેવી સાબિત થઈ રહી છે. કારણ કે
૧) ઓસ્ટ્રેલિયામાં પહેલો વર્લ્ડ કપ: ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયામાં વનડે ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. ૨૦૨૨માં ટી ૨૦ ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. બંને કેસમાં હોમ ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટની બહાર થઈ.
૨) અગાઉના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર: ૧૯૮૭ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી હતી. ત્યારે એલન બોર્ડરની ટીમ સામે ઇમરાન અને બોય્ઝે ૧૮ રને લાહોર ખાતે બાજી ગુમાવી હતી. ગયા વર્ષના ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. દુબઇ ખાતેની એ મેચ કાંગારુંએ ૫ વિકેટે બાજી મારી હતી.
૩) બંને વખતે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં એમસીજી ખાતે હાર: ૧૯૯૨માં પાકિસ્તાન પોતાની વર્લ્ડ કપની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૦ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ પ્રથમ મેચ પાકિસ્તાને મેલબોર્નમાં જ રમી હતી, જેમાં ભારતે તેને ૪ વિકેટે હરાવ્યું હતું.
૪) ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પાકિસ્તાનની હાર: આ વખતે તો પાકિસ્તાન પોતાની ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ભારત સામે હારી જ ગયું છે, આશ્ર્ચર્યની વાત એ છે કે ૧૯૯૨માં પણ ઇમરાન ખાનની ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્યારે પાકિસ્તાનને ૪૩ રને માત આપી હતી.
૫) ગ્રુપ સ્ટેજમાં છેલ્લી ત્રણેય મેચ જીતી: ૧૯૯૨માં પાકિસ્તાને પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી ત્રણેય મેચ જીતી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પર્થ ખાતે ૪૮ રને, શ્રીલંકાને પર્થ ખાતે ૪ વિકેટે તો ન્યૂઝીલેન્ડને ક્રાઈસ્ટચર્ચ (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સંયુક્તપણે વર્લ્ડ કપ યોજાયેલો) ખાતે ૭ વિકેટે હરાવ્યું હતું. આ વખતે પાકિસ્તાને પોતાની અંતિમ-૩ ગ્રુપ ગેમ્સમાં નેધરલેન્ડ્સને પર્થ ખાતે ૬ વિકેટે, સાઉથ આફ્રિકાને સિડની ખાતે ૩૩ રને તો બાંગ્લાદેશને એડિલેડ ખાતે ૫ વિકેટે હરાવ્યું હતું.
૬) ૧૯૯૨ અને ૨૦૨૨ બન્ને વાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે: બંને કેસમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં એક પોઇન્ટના અંતરથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. તેમજ વધુ રસપ્રદ રીતે ૧૯૯૨માં પાકિસ્તાને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતે ૪ વિકેટે હરાવ્યું હતું. આ વખતે પણ પાકિસ્તાને ન્યુઝીલેન્ડને પરાજય આપ્યો અને ફાઇનલમાં પહોંચ્યું છે.
૭) ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યું: ૧૯૯૨માં ઇંગ્લેન્ડને ફાઇનલમાં ૨૨ રને હરાવીને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.