૧૯૮૪ શીખ વિરોધી રમખાણ કેસ: કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર સામે આરોપો ઘડવામાં આવ્યા

કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં શીખોની હત્યાના આરોપમાં ટ્રાયલનો સામનો કરશે. રાઉસ એવન્યુ કોર્ટે ટાઇટલર સામે આઇપીસી ૩૦૨ (હત્યા), ૧૪૭ (હુલ્લડો), ૧૦૯ (ગુના કરવા માટે ઉશ્કેરણી) અને અન્ય કલમો હેઠળ આરોપો ઘડવા આદેશ આપ્યો હતો.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે હવે આગામી સુનાવણી ૧૩ સપ્ટેમ્બરે થશે. આ મામલો પુલબંગશ વિસ્તારમાં ત્રણ શીખોની હત્યા અને ગુરુદ્વારા સાહિબમાં આગ લગાડવાના આરોપ સાથે સંબંધિત છે.

સીબીઆઈની ચાર્જશીટ મુજબ ટાઈટલરે તોફાનીઓને ગુરુદ્વારા સાહિબ પાસે હિંસા માટે ઉશ્કેર્યા હતા. આ જ ટોળાએ ત્રણેય શીખોને તેમના ગળામાં ટાયર નાખીને આગ ચાંપી દીધી હતી અને તેમની હત્યા કરી નાખી હતી. ટોળાએ ગુરુદ્વારા સાહિબને પણ આગ લગાવી દીધી હતી.