૧૯૮૪ અને ૯૫ વચ્ચે આતંકવાદ દરમિયાન ૬૭૩૩ મૃત્યુ, હાઈકોર્ટે સીબીઆઇને નોટિસ

ચંડીગઢ, પીઆઈએલમાં ૧૯૮૪ અને ૧૯૯૫ વચ્ચે પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન એન્કાઉન્ટર હત્યા, કસ્ટોડિયલ મૃત્યુ અને મૃતદેહોના ગેરકાયદેસર અગ્નિસંસ્કારના ૬૭૩૩ કેસોની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, સીબીઆઈ અથવા ઉચ્ચ અધિકારીઓની એસઆઈટીને સોંપવાની માંગ કરવામાં આવી છે. અરજી પર પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સીબીઆઈ, પંજાબ સરકાર અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

પંજાબ ડોક્યુમેન્ટેશન એન્ડ એડવોકેસી પ્રોજેક્ટ અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ૧૯૮૪ થી ૧૯૯૫ દરમિયાન પંજાબ પોલીસ અને સુરક્ષા દળોએ પીડિતોનું અપહરણ કરીને હત્યા કરી હતી અને તેમના મૃતદેહને લાવી અને અજાણ્યા મૃતદેહો તરીકે અંતિમ સંસ્કાર કર્યા હતા. કેટલાક મૃતદેહો નદીઓ અને નહેરોમાં ફેંકવામાં આવ્યા હતા અને કેટલાકને અજાણ્યા સ્થળે સળગાવી દેવામાં આવ્યા હતા. જેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી તેમને તેમના પરિવારજનોને જાણ કર્યા વિના ફાંસી આપવામાં આવી હતી અને તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવાને બદલે તેમણે પોતે જ અંતિમ સંસ્કાર કર્યા હતા.અરજદારે કહ્યું કે આ હત્યાઓની સ્વતંત્ર અને અસરકારક તપાસ થવી જોઈએ અને કવર અપમાં સામેલ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે માનવાધિકાર કાર્યર્ક્તા સરદાર જસવંત સિંહ ખાલરાનું પંજાબ પોલીસે અપહરણ કરીને હત્યા કરી હતી. તેમની પત્ની પરમજીત કૌરે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ખાલરાએ જાહેરમાં એક પ્રેસનોટમાં ખુલાસો કર્યો હતો કે તેણે અમૃતસર, તરનતારન અને મજીઠાના ત્રણ સ્મશાનગૃહોમાંથી ૨૦૦૦ થી વધુ ગેરકાયદેસર અગ્નિસંસ્કારના પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અગ્નિસંસ્કારના ત્રણ કેસ સુધી સુનાવણી મર્યાદિત કરી હતી અને બાકીના કેસ કાર્યવાહીના દાયરાની બહાર હતા.

આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને ગુપ્ત સંસ્કારમાંથી લગભગ ૧૫૨૮ લોકોની ઓળખ કરવામાં આવી હતી. સીબીઆઈએ કેટલાક કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં પંજાબ પોલીસના ઘણા અધિકારીઓ હત્યા અને અન્ય ગુનાઓમાં દોષિત ઠર્યા હતા. અરજદારે દાવો કર્યો હતો કે તેણે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયાને આગળ વધારી છે અને ત્રણ સ્મશાન ભૂમિની બહાર ગેરકાયદેસર અગ્નિસંસ્કારનો ડેટા સામેલ કર્યો છે. આ સાથે પંજાબના ૨૬ જિલ્લા અને બ્લોકમાંથી માહિતી લેવામાં આવી છે.

અરજદારે આઠ વર્ષ સુધી સખત મહેનત કરી અને તે સમયગાળા દરમિયાન થયેલી હત્યાઓ અંગેનો ડેટા એકત્રિત કર્યો. સરકારની અરજી કે અજાણ્યા પીડિતોની ઓળખ થઈ શકી નથી, અરજદારની સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં ૭૫ ટકાથી વધુ પીડિતોની ઓળખ કરવામાં આવી હતી (અમૃતસરમાં ૨૦૬૭ માંથી લગભગ ૧૫૨૭ અગ્નિસંસ્કાર).

અરજીમાં પંજાબમાં આતંકવાદ દરમિયાન ૧૯૮૪ અને ૧૯૯૪ વચ્ચે ગુમ થયેલા પંજાબના યુવાનોના કેસની તપાસ માટે આદેશ જારી કરવાની અપીલ કરવામાં આવી છે. અરજદાર સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે આ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. સીબીઆઈએ ૧૯૯૬માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૯૪ વચ્ચે માત્ર તરનતારન અને અમૃતસરના સ્મશાનભૂમિમાં ૯૮૪ લોકોના ગેરકાયદેસર રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કેસમાં માત્ર બે ટકા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જો તે સમયગાળા દરમિયાન રાજ્યના તમામ સ્મશાનગૃહોમાંથી માહિતી એકત્રિત કરવામાં આવે તો અન્ય ઘણા કિસ્સાઓ બહાર આવી શકે છે.