મહિસાગર,રાજય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. જેના ભાગરૂપે મૂંગા પશુ જીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962નો રાજયના અબોલ પશુ જીવોની આરોગ્ય સારવાર સુવિધામાં કરૂણા એમ્બ્યુલન્સથી ગુજરાતે લીડ લીધી છે.
EMRI GREEN HEALTH SERVICE, ગુજરાત રાજયમાં 1962 થી કરૂણા એનીમલ એમ્બુલન્સ લુણાવાડા તાલુકામાં કાર્યરત છે.જેમાં ફરજ બજાવતાં ડો.રવિ પટેલ અને પાયલોટ ઉપેન્દ્રસિંહને વેલનવાડા ગામમાંથી કોલ મળતા તેઓ વેલનવાડા ગામમાં પહોચી તપાસ હાથ ધરી હતી.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડોગના પાછળના ડાબા પગમાં લોખડનું એક તીર જેવું વાગ્યું હતું. ત્યારબાદ ડો. રવિ પટેલ અને તેમની ટીમ મળીને ડોગને રેસ્કયું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડોગને એનેસ્થેસીયા આપી સર્જરી કરી જરૂરી ટ્રીટમેન્ટ પૂરી પાડવામાં આવી હતી.