18 વર્ષનો કોરોના પોઝિટિવ વિદ્યાર્થી વૃક્ષ પર 11 દિવસ સુધી આઈસોલેટ થયો !

કોરોનાની બીજી લહેરમાં દેશમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોનાવાઈરસ પહોંચી ગયો છે. તેલંગાણામાં નાલગોંડા જીલ્લામાં આવેલા 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો.

શિવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેના ઘરના લોકો ડરી ગયા હતા અને ઘરમાં આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો. શિવાએ પરિવારનું વિચારીને તેમનાથી દૂર રહેવાનું વિચાર્યું તેણે ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો. બે ટંકનું જમવાનું તેના પરિવારજનો આપી જતા. તે લેવા માટે પણ તેણે દોરડું રાખ્યું હતું. 11 દિવસ સુધી આ ઝાડ જ તેનું ઘર હતું. તે અહીંયા જ સૂતો અને આખો દિવસ પસાર કરતો.