વોશિગ્ટન, અમેરિકામાં પોતાના ૧૮ વર્ષના એક વિદ્યાર્થી સાથે ૨૬ વર્ષની મહિલા ટીચર દ્વારા શારીરિક સંબંધ બનાવવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. છોકરાની માતાને પહેલેથી જ શક હતો કે ૨૬ વર્ષની ટીચર તેના પુત્ર સાથે સંબંધ બનાવે છે. આ કારણે તેનો પુત્ર રગ્બીની પ્રેક્ટિસમાં પણ ગેરહાજર રહેતો હતો. તેનાથી માતા પરેશાન હતી. પુત્ર અને શિક્ષિકાને રંગે હાથ પકડવા માટે માતાએ ટ્રેકિંગ એપનો સહારો લીધો. રિપોર્ટ મુજબ માતાએ બંનેને ટ્રેક કરવા માટે વિવાદાસ્પદ એપનો ઉપયોગ કર્યો. આ મામલો ઉત્તર અમેરિકાના ઉત્તર કેરોલિનાનો છે. જ્યાં એક હાઈસ્કૂલ શિક્ષિકા પોતાના જ ૧૮ વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ કરતી હતી.
અત્રે જણાવવાનું કે એપના નોટિફિકેશન બાદ માતાને પાર્ક રોડ પાર્કમાં પુત્ર હોવાની જાણ થઈ. આ ઘટસ્ફોટથી ચિંતિત થઈને માતા ફટાફટ તે પાર્કમાં પહોંચી ગઈ. કથિત રીતે એક કારની અંદર તેણે તેના ૧૮ વર્ષના પુત્ર અને ૨૬ વર્ષની સાઉથ મેક્લેનબર્ગ હાઈસ્કૂલની શિક્ષિકા કાર્ટયા-નેફેલ્ડને આપત્તિજનક સ્થિતિમાં સંબંધ બનાવતા જોયા. છોકરાની માતાએ સૌથી પહેલા તત્કાળ વાહન અને તેના લાઈસન્સ પ્લેટની તસવીરો ખેંચીને ઘટનાસ્થળના પુરાવા ભેગા કર્યા. ત્યારબાદ આ ઘટનાને રિપોર્ટ કરવા માટે અધિકારીનો સંપર્ક કર્યો.
એવું કહેવાય છે કે તે શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે રજાઓ દરમિયાન આ ગેરકાનૂની સંબંધ બન્યો. ત્યારબાદ તો સિલસિલો ચાલુ થઈ ગયો. ધ ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર પોલીસ કહ્યું તેમ માતા અને પિતાને તેના પુત્રના અયોગ્ય સંબંધો વિશે ઉડી રહેલી અફવાઓ અંગે ખબર હતી. જ્યારે તે રમતની પ્રેક્ટિસમાં ગેરહાજર રહેવા લાગ્યો તો માતા પિતા સતર્ક થઈ ગયા. તેમના કહેવા મુજબ કાર્ટયા-નેફેલ્ડ વિજ્ઞાનની ટીચર છે.
પ્રેક્ટિસ સેશનમાં સતત ગાયબ રહેવાના પગલે માતાને ટેન્શન થયું અને પોતાના સ્તરે મામલાની તપાસ કરવા માટે પુત્રના લોકેશન ટ્રેસ કરવાનું વિચાર્યું. આ માટે તેણે એપનો ઉપયોગ કર્યો. આ એપમાં સ્કૂલનું નામ નાખતા જ લોકેશન મળી ગયું. ત્યારબાદ પુત્રને ટ્રેસ કરતા પાર્કમાં પહોંચી અને પુત્ર શિક્ષક સાથે સંબંધ બનાવતો જોવા મળ્યો. મહિલાએ તરત પોલીસને જાણ કરી. પોલીસે માતાની ફરિયાદના આધારે શિક્ષિકાને પકડી અને પૂછપરછ માટે બોલાવી. શિક્ષિકાએ સ્વીકાર્યું કે તેણે વિદ્યાર્થી સાથે અનેકવાર સેક્સ કર્યું. તે એકવાર તેના ઘરે પણ ગઈ હતી.