
મુંબઇ, બોલિવૂડ અને ટીવી જગતમાં એક અભિનેતા માટે એક કરતા વધુ લગ્ન કરવા એ સામાન્ય વાત છે. આપણે આ ગ્લેમરસ દુનિયામાં સંબંધો બનતા અને બગડતા જોઈએ છીએ. દરરોજ આપણે જોઈએ છીએ કે અભિનેતાના જીવનમાં એક નવી વ્યક્તિ આવે છે અને તે પહેલાંના સંબંધથી આગળ વધે છે અને લગ્ન કરે છે. પરંતુ આ વખતે મામલો અલગ રીતે બહાર આવ્યો છે. બડે અચ્છે લગતે હૈ ફેમ નકુલ મહેતાએ ખુલાસો કર્યો છે કે તે ૧૮મી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. તેણે પોતે તેનો વીડિયો શેર કર્યો છે.
અરે… ગભરાશો નહીં! વાસ્તવમાં, ટીવી એક્ટર નકુલ મહેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો છે કે તે તેના જીવનમાં ૧૭ વખત વર બન્યો છે અને તેના ૧૮માં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. તેણે કહ્યું કે અત્યાર સુધી તેણે સ્ક્રીન પર ૧૭ વાર અને રિયલ લાઈફમાં ૧ વાર લગ્ન કર્યા છે. એટલા માટે તે વીડિયોમાં સ્પષ્ટપણે કહી રહ્યો છે કે તેણે રીલ અને રિયલ લાઈફમાં ૧૮ વખત લગ્ન કર્યા છે.
નકુલ મહેતાએ આ વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે હવે તેના શો ’બડે અચ્છે લગતે હૈ સીઝન ૩’માં તેના અને દિશા પરમારના લગ્નનો સીન એટલે કે રામ અને પ્રિયાના લગ્નનો સીન ટૂંક સમયમાં આવવાનો છે. તેણે કહ્યું છે કે તે વારંવાર વરરાજા બનીને કંટાળી ગયો છે. જો કે, ગમે તે થાય, નકુલનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટમાં તેની મજા લઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં નકુલ મહેતાએ લાંબા સંબંધ પછી જાનકી પારેખ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ ૨૦૧૨માં સાત ફેરા લીધા હતા. તેમને એક પુત્ર પણ છે. નકુલ મહેતા અત્યાર સુધી માત્ર ૪ સિરિયલોમાં જોવા મળ્યો છે પરંતુ તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તેણે તેલુગુ ફિલ્મો અને કેટલીક વેબસિરીઝમાં પણ કામ કર્યું છે. તે એક નિર્માતા પણ છે.