- પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયા અને લાકડાચોરો દ્વારા હવે નવા-નવા નામથી વોટ્સએપ ગ્રુપ બનાવી
- ખનીજ માફિયાઓ દ્વારા 18 લોકસભા નામથી વોટ્સએપ ગ્રુપ બનાવાયુ.
ગોધરા, પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ માફિયા અને લાકડા ચોર ઈસમો દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી જાસુસી કાંડ સામે આવ્યુ હતુ. પોલીસ ફરિયાદ બાદ ખનીજ માફિયાઓ અને લાકડા ચોર ઈસમો સુધરી ગયા હોય તેવુ નથી. હાલમાં પણ ખનીજ માફિયાઓ નવા વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસુસી કરાઈ રહી છે. તેમાં પણ 18 લોકસભા વોટ્સએપ ગ્રુપ બનાવી જાસુસી કરાતી હોવાનુ સામે આવ્યુ છે.
પંચમહાલ જિલ્લામાં રેતી, માટીનુ ગેરકાયદેસર ખનન કરી ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ તેમજ લાકડાઓની ચોરી કરતા લાકડાચોર ઈસમો અધિકારીઓની રેઈડ અને તપાસ માટે નીકળતી ટીમની માહિતી મેળવવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને અધિકારીઓના વાહનોનુ લાઈવ લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અને આવા વોટ્સએપ ગ્રુપ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ હતી. થોડા સમય અગાઉ અધિકારીઓ તેમજ તેમના વાહનોની જાસુસી પ્રકરણ ખુલી જવાથી ખનીજ માફિયા અને લાકડાચોર અધિકારીઓની જાસુસી બંધ કરી દેવાઈ હોવાનુ લાગી રહ્યુ હતુ. પરંતુ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ અને લાકડાચોર સુધરવાનુ નામ લેતા નથી. હાલમાં પણ ખનીજ માફિયાઓ અલગ અલગ નામના વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસુસી કરી રહ્યા છે. તેમાં પણ 18 લોકસભા નામથી વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસુસી કરાઈ રહી છે. લાકડા ચોર અને ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓની રેકી કરવા માટે પગારથી માણસો રાખેલ છે.અને હાલમાં જાસુસી કરાઈ રહી છે. પંચમહાલ જિલ્લા ખનીજ માફિયાઓ દ્વારા કરાતી જાસુસી કાંડમાં પોલીસ ફરિયાદ બાદ પણ આવા તત્વો કાયદાની છટકબારીમાંથી આબાદ બચી જઈ રહ્યા છે ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આવા ખનીજ માફિયાઓ તેમજ લાકડા ચોર ઈસમો દ્વારા કરાતી જાસુસી કરતા તત્વોને ડામવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવુ રહ્યુ.