મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બન્યું, આજે 18 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા.

રાજયમાં આગામી પાંચ દિવસ આ જિલ્લઓમાં ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં ચોમાસાની વહેલી અને ધીમી શરૂઆત બાદ હવે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય બનતા આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.

મંગળવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને રાતના સમયે વરસાદ પડ્યો હતો. જોડિયા શહેરોમાં ચાર ઇંચ વરસાદ પડ્યો અને તેના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આદીપુરમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ શરૂ થતા જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો અમુક વિસ્તારોમાં નગરપાલિકાના ગટર પાણીની લાઈનના કામો ઉપર નાંખવામાં આવેલી માટી બેસી જતા બસ સહિતના વાહનો પણ ફસાયા હતા. સિઝનના પહેલા વરસાદે શહેરના અમુક વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરી હતી.

આજે આ જિલ્લામાં વરસાદ પડશે

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અને સારાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના