17-ખેડા લોકસભા બેઠક માટે કુલ 12 ઉમેદવારોના ફોર્મ મંજુર કરવામાં આવ્યા

ખેડા,લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 17 – ખેડા લોકસભા બેઠક માટે તા. 7મી મે 2024ના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આજે તા. 20-04-2024 ને શનિવારના રોજ ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કુલ 12 ઉમેદવારોનાં 12 ફોર્મને મંજૂરી મળી છે.

17 – ખેડા લોકસભા બેઠક પરથી તા. 16-04-2024 થી તા.19-04-2024 સુધીમાં કુલ 14 ઉમેદવારો દ્વારા કુલ 25 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં તા. 20-04-2024ના રોજ ફોર્મ સ્ક્રુટીની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી કાળુસિંહ રયજીભાઈ ડાભી, ભારતીય જનતા પાર્ટીમાંથી દેવુંસિંહ જેસિંગભાઈ ચૌહાણ, બહુજન સમાજ પાર્ટીમાંથી ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ, ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દીરાદેવી હીરાલાલ વોરા, રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી ઈમરાનભાઈ બીલાલભાઈ વાંકાવાલા, ભારતીય જન પરીષદમાંથી કમલેશભાઈ પોપટભાઈ પટેલ, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયા, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીમાંથી અનિલકુમાર ભાઈલાલાભાઈ પટેલ, ભારતીય જનનાયક પાર્ટીમાંથી સૈયદ કાદરી મોહમ્મદ સાબિર અને અપક્ષમાંથી ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલ, હિતેશકુમાર પરસોતમભાઈ પરમાર તથા સંજયકુમાર પર્વતસિંહ સોઢાની ઉમેદવારીને મંજુર કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22/04/2024 છે.