ગાંધીનગર,વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષકો મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં માહિતી આપી કે રાજ્યની ૭૧ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.
વિધાનસભા ગૃહમાં ગુજરાતમાં શિક્ષકોની ઘટને લઇને પણ સવાલ પુછવામાં આવ્યો હતો.કેટલા શિક્ષકોની ઘટ છે તેનો સવાલ પુછવામાં આવ્યો હતો.જેના જવાબમાં રાજ્ય સરકારે ૧૬૦૬ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક દ્વારા અભ્યાસ આપતો હોવાનું સ્વીકાર્યુ હતુ.
વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યમાં શિક્ષકો મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષકોની ઘટ મુદ્દે વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભામાં માહિતી આપી કે રાજ્યની ૭૧ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે.૫થી ઓછી સંખ્યા ધરાવતી ૨૦ શાળાઓ છે. ૫થી ૧૦ જેટલા વિદ્યાર્થીઓ હોય એવી ૮૬ શાળાઓ છે. ૨૧થી ૩૦ સંખ્યા ધરાવતી ૪૧૯ શાળાઓ છે. તો રાજ્યમાં ૩૧થી ૬૦ શિક્ષકો ધરાવતી ૬૦૦ શાળાઓ છે.
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાયઉ છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઆઇ એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં ૩૦ વિદ્યાર્થી દીઠ ૧ શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
બીજી તરફ શિક્ષણપ્રધાનના જવાબ મુદ્દે વિપક્ષે પ્રહાર કર્યા. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડવું જોઇએ. વર્તમાન નીતિને પગલે ખાનગી શાળાઓની સંખ્યા વધી છે. ત્વરીત અસરથી શાળાઓની ખાલી જગ્યા ભરાવી જોઇએ. જો નવી ભરતી નહીં થાય તો સરકારી માળખું તૂટી જશે. રાજ્યમાં એક શિક્ષકથી ચાલતી શાળાની સંખ્યા વધી છે. રાજ્યની ૧,૬૦૬ શાળામાં માત્ર એક જ શિક્ષક છે. કુલ ૧૯,૬૦૦ શિક્ષકોની જગ્યા ખાલી છે.