160 કિમી પ્રતિ કલાકની મિશન રફતાર માટે રેલવે નાગદા-ગોધરા સેક્શનમાં કર્વ સીધો કરાયો

  • પશ્ચિમ રેલવેએ છ કલાકનો બ્લોક લઈ ચંચેલાવ-કાસુડી વચ્ચે અપ લાઈનના કર્વને રીએલાઈમેન્ટ કરાયો.
  • બંન્ને શેક્સનમાં 2.20 જેટલાં કર્વને 1.5 જેટલો રીલાઈમેન્ટ કરાયો, ગતિ મર્યાદા 110 થી 120 સુધી કરાઈ.

દાહોદ, પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ ગોધરા-નાગદા સેક્શનમાં રેલવે છ કલાકનો મેગા બ્લોક લઈ 2.20 જેટલા કર્મો ને 1.5 સુધી સીધો કરી દેવામાં સફળતા સાપડી છે. જેના પગલે ગોધરા-નાગદા સેક્શનમાં અત્યાર સુધીમાં ચાર જેટલા કર્વને રિયલાઈમેન્ટ કરી સીધા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ઉપરોક્ત સેક્શનમાં 477 / 21 તેમાં 478 /13 વચ્ચેના કર્વને સીધો કરવા માટે એન્જિનિયરિંગ ટીઆરડી તેમજ ઓપરેટિંગ વિભાગ દ્વારા સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી આ કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવા પામેલ છે. જેના પગલે હવે આ સેક્શનમાંથી પસાર થતી ટ્રેનોની ગતિ મર્યાદા વધતા રેલવેને મહદંશે લાભ થશે. સાથે સાથે મુસાફરોનો સમયનું પણ બચત થશે.

છ કલાકનો મેગા બ્લોક:સેકશનમાં બંને તરફ બાઉન્ડ્રી વોલ, તીવ્ર વળાંક સીધા કરાયા…

પશ્ચિમ રેલવે ગોધરા- નાગદા સેકશનમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પણ ટ્રેન દોડાવવાની યોજના પર કામ કરી રહ્યો છે. જેમાં બંને તરફ બાઉન્ડ્રી વોલનું કામ છેલ્લા ઘણા સમયથી મંદગતિએ ચાલી રહ્યો છે. સાથે સાથે આ સેક્શનમાં સંખ્યાબંધ વળાંક અને પર્વતો આવેલા હોવાથી રેલવે આ સેક્શનમાં છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આ સેક્શનમાં ચાર જેટલા કર્વને રિયલાઈમેન્ટ કરવામાં આવ્યા છે.

ટ્રેક રીએલાઈમેન્ટ થતાં ટ્રેનોની ગતિ મર્યાદા વધશે….

આ સેક્શનમાં અત્યાર સુધીમાં 80 થી 95 કિલોમીટરની ઝડપે ટ્રેનોનું સંચાલન કરવામાં આવતું હતું. હવે આ સેક્શનમાં ટ્રેક રીલાઈમેન્ટ, બ્રિજ મેન્ટેનન્સ, ટ્રેક સાઈડ ફેન્સીંગ,ઁજીઇ (પર્માનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન), સ્લીપર બદલવા સિગ્નલ,ર્ંૐઈ અને ઇલેક્ટ્રીકનું કામ પૂર્ણ કરી ટ્રેકને મજબૂત કરવામાં આવતા હવે આ સેક્શનમાં 130 કલાકની સ્પીડે ટ્રેનોનું સંચાલન કરવા માટે સક્ષમ થઈ ગયું છે.