- મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપીને ર0 વર્ષની સખત કેદ અને દંડ હુકમનો આદેશ.
- કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ.
લુણાવાડા,આ કેસની વિગત એવી છેકે, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાટા-ર ગામના આરોપી કમલેશભાઈ કોહયાભાઈ પગીનાઓએ સને ર0ર0માં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોનશોષણ કરેલ હોય આરોપી વિરૂધ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તફર્ે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ જે.એન. વ્યાસે આવા ગુન્હાઓ અટકાવવા સારૂ સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી કમલેશભાઈ કોહયાભાઈ પગીનેે ર0 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ તેમજ આરોપીને કરેલ દંડની રકમ આરોપી કોર્ટમાં જમા કરેથી ભોગ બનનારને ચુકવવાનો હુકમ કર્યો.