મુંબઇ, ભારતીય ટીમે વર્ષ ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ચમકી છે. જોકે ભારતને આઇસીસીની બે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એકંદરે આ વર્ષે ટીમ ઈન્ડિયાની જીતના આંકડા શાનદાર રહ્યા.
હવે વર્ષ ૨૦૨૪નો વારો છે જ્યાં ભારતને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ રમવાનો છે. તે સિવાય ૨૦૨૫ ડબ્લ્યુટીસી ફાઈનલ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ઘણી એક્શન જોવા મળશે. ભારતે આખા વર્ષમાં ૧૬ ટેસ્ટ મેચ રમવાની છે. હવે માત્ર ૩ વનડે મેચ રમવાની છે.
આ વર્ષે ટીમ ઈન્ડિયા ઘણી ટેસ્ટ ક્રિકેટ રમશે. તે જાન્યુઆરીથી જ શરૂ થશે જ્યાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ સિવાય વર્તમાન સાઉથ આફ્રિકા પ્રવાસની બીજી ટેસ્ટ મેચ પણ નવા વર્ષમાં જ ૩ જાન્યુઆરીથી રમાશે. આ બે શ્રેણી સિવાય ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ વર્ષ ૨૦૨૪ના અંતમાં ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમવા ઓસ્ટ્રેલિયા જવાનું છે. ભારત આવતા વર્ષે કુલ ૧૬ ટેસ્ટ રમશે.
વર્ષ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ કેવું રહેશે?
જાન્યુઆરી- ૧ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ (બહાર), અફઘાનિસ્તાન સામે ૩ T 20 (ઘરે)
જાન્યુઆરીથી માર્ચ – ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી (ઘર)
માર્ચ થી મે આઇપીએલ ૨૦૨૪ નું આયોજન
જૂન- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ)
જુલાઈ – શ્રીલંકા સામે ૩ ટી ૨૦, ૩ વનડે (બહાર)
સપ્ટેમ્બર – બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ, ત્રણ ટી ૨૦ (ઘર)
ઑક્ટોબર- ૩ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ (ઘર)
નવેમ્બર-ડિસેમ્બર – ઓસ્ટ્રેલિયા સામે ૫ ટેસ્ટ (બહાર)
હવે જો ત્રણેય ફોર્મેટને વહેંચવામાં આવે તો આવતા વર્ષે ટી ૨૦ વર્લ્ડ કપ સિવાય ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટ પર રહેશે. ૨૦૨૧ અને ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ત્રીજી વખત અગાઉની બંને હારને ભૂલવા પર હશે. એકંદરે, ભારતીય ટીમ ૧૬ ટેસ્ટ, ૩ વનડે અને ઓછામાં ઓછી ૧૩ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.