૧૬ મહિનામાં ૪૩ લાખ પ્રવાસીઓ માટે ’અટલ બ્રિજ’ આકર્ષણનું કેન્દ્ર બન્યો

અમદાવાદ, અમદાવાદની સાબરમતી નદી કે જ્યાં પહેલા લોકો આવવાનું પણ પસંદ ન કરતા હતા. ત્યાં હવે દરરોજ હજારો લોકો સાબરમતી નદીની રિવરફ્રન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં પણ અટલ બ્રિજ ઉમેરાયા બાદ પ્રવાસોની સંખ્યામાં ઓર વધારો થયો છે. જે અટલ બ્રિજ અને રિવર પણ અમદાવાદની ઓળખ સાથે અમદાવાદનું ગૌરવ પણ બન્યું છે. સાબરમતી નદી પર ૯ બ્રિજ આવેલા છે. પણ તે ૯ બ્રિજ સિવાય બીજા બે બ્રિજ બન્યા જેમાં એક મેટ્રો રેલ બ્રિજ અને બીજો ફૂટ ઓવર બ્રિજ એવો અટલ બ્રિજ. પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્ક માંથી શરૂ થતો ફૂટ ઓવર બ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડતો બનાવાયો છે. જે વિદેશોમાં જોવા મળતા બ્રિજ જેવો જ બ્રિજ બનાવાયો છે. જેથી લોકો આવા બ્રિજની મજા માણવા વિદેશ ન જવું પડે. અને એક અલગ અને નવું નજરાણું પણ મળી રહે. જે અટલ બ્રિજ ને લઈને લોકોએ છસ્ઝ્ર અને વડાપ્રધાનના વખાણ પણ કર્યા હતા.

આ બ્રિજ અલગ અલગ ખાસિયત ધરાવે છે. જે ખાસિયત જ તેને અન્ય બ્રિજ કરતા અલગ પાડે છે. અને માટે જ દરરોજ હજારો લોકો અટલ બ્રિજની મુલાકાત લે છે. જ્યાં કોઈ એકલા આવે છે. કોઈ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે કોઈ ગ્રુપમાં આવે છે. અને સાબરમતી નદી પરના અટલ બ્રિજ અને અટલ બ્રિજ પરથી નદીના આહલાદક દ્રશ્યોની મજા માણે છે. મળતી માહિતી પ્રમાણે અટલ બ્રિજ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી ૧૬ મહિનામાં ૪૩ લાખ લોકોએ તેની મુલાકાત લીધી. જેમાં દરરોજ ૯ હજાર લોકો મુલાકાત લે છે. આ મુલાકાત ને લઈને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ ને ૧૨ કરોડ ઉપર આવક થઈ છે.

આ બાતે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનાં શુશાંત ભટ્ટે જણાવ્યું હતું કે, અમારે એક જ હેતું હતો કે પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડવો. તમને ખ્યાલ હશે કે અમદાવાદ શહેરની અંદર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર રેગ્યુલર બ્રિજ છે. સાબરમતી રિવર ફ્રન્ટ પર આ પહેલો પેડીસ્ટન બ્રિજ છે. અટલ બ્રિજ પર તમે કોઈ પણ દિવસે આવો બંને બાજુથી લોકો આવે છે અને અટલ બ્રિજ પર મજા માણી રહ્યા છે. અટલ બ્રિજની ખાસીયત બાબતે તેમણે જણાવ્યું હતું કે, ૩૦૦ મીટરની લંબાઈ છે. અટલ બ્રિજ ઉપરનાં ફાયબર છ અલગ અલગ કલરનાં છે. ગુજરાતમાં કાઈટ ફેસ્ટીવલ પ્રખ્યાત છે. જેને લઈ બ્રિજ ઉપર અલગ અલગ કલરનાં ફાયબર લગાવવામાં આવ્યા છે.