1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની ભરતી મેળામાં કાર્યકરોની યાદી જાહેર કરવા ખુલ્લો પડકાર

દાહોદ: સિંગવડ મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વ ભા.જ.પ.ના સાંસદ આગામી લોકસભાની બેઠકમાં ઉમેદવાર અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ની હાજરીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હોવાની વાતને લઈને રાજકીય માહોલ સામે આમ આદમી પાર્ટીના પ્રદેસ સંગઠન મંત્રી જયેશ સંગાડા અને દાહોદ જિલ્લા મહામંત્રી પાર્ટી પ્રમુખ રાકેશ બારીયા એ ભા.જ.પ.માં ભરતી મેળાના ફુગ્ગા ની જેમ હવા કાઢી નાખી. આમ આદમી પાર્ટીના એક પણ હોદ્દેદારો કે કાર્યકરો ભા.જ.પ.માં જોડાયા નથી અને પ્રજાજનોને ભ્રમિત કરતા આ ભરતી મેળામાં જો આપના કાર્યકરો જોડાયા હોય તો નામ સરનામું સાથે યાદી જાહેર કરોનો ખુલ્લો પડકાર ફેંકતા દાહોદ લોકસભાના બેઠકનો રાજકીય માહોલ ગરમાયો છે. દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પૂર્વ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ પાર્ટી છોડી ભા.જ.પ.માં જોડ્યા હોવાની વાતનું જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા અખંડન કરી કહ્યું હતું. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે યોજાયેલ મુખ્યમંત્રીના કાર્યક્રમ પૂર્વે ગુજરાત સરકારના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભરની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભા.જ.પ.માં જોડ્યા હોવાના અહેવાલ સોશિયલ મીડિયા તેમજ સમાચારપત્ર અને ઇલેક્ટ્રીક મીડિયા ના માધ્યમથી પ્રસારિત થયા હતા. જેને લઇ આમ આદમી પાર્ટી અને ભા.જ.પ.ને આડે હાથ દીધી હતી અને ભા.જ.પ. દ્વારા લોકોને ભ્રમિત કરવા માટે ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા જેને લઇ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી જે સંગાડાએ જણાવ્યું કે, ભાજપ નેતાઓ અને સરકાર પાસે આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકર ભાજપમાં જોડાયા છે. તેની નામ અને હોદા સાથેની યાદી પ્રસિદ્ધ કરવા માટે સોશિયલ વીડિયોના માધ્યમથી ખુલ્લો પડકાર કરી જણાવ્યું કે પ્રેસનોધના માધ્યમથી જાહેર કરી જણાવે ભાજપ ઓફિશ્યલી પ્રેસ કોમ્ફ્રાસનથી જણાવો કે કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે.

ભાજપમાં કાર્યકર્તા જોડાયા ત્યાં 1500 જણાની ત્યાં ભીડ નોતી 15 જેટલા હશે તે લોકો એમના સ્વાર્થ ખાતર ગયા હશે તેમને મુબારક અને ભાજપે સારૂં કામ કર્યું હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓને કેમ સામેલ કરે છે ભાજપ પાંચ લાખની લીડ થી જીતે છે તો કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈ જવાની શું જરૂર પડી.

હર્ષદ નીનામા દાહોદ જિલ્લા પ્રમુખ કોંગ્રેસ…..

આમ આદમી પાર્ટી તરફથી કોઈપણ જાતનું રાજીનામું આપેલ નથી. જે કોઈ જોડે જોડાયા છે તે નિષ્ક્રિય લોકો જોડાયા છે. પ્રેસનોધના માધ્યમથી જાહેર કરી જણાવે ભાજપ ઓફિશ્યલી પ્રેસ કોન્ફરન્સથી જણાવે કે, કેટલા કાર્યકર્તા જોડાયા છે. :-જય સંગાડા, ગુજરાત પ્રદેશ સંગઠન….